ન્યુ દિલ્હી/કોલકાત્તા,તા.૮
પશ્વિમ બંગાળ સરકાર દ્વારા BJP ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને રથયાત્રા માટે મંજૂરીના મળતા રાજકારણ ગરમાયું છે. BJPના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ આ મુદ્દા પર શુક્રવારે કહ્યુ કે હતું કે પશ્વિમ બંગાળમાં રથયાત્રા માટે જરૂર પડી તો મ્ત્નઁ સુપ્રીમ કોર્ટમાં જશે. જણાવી દઈ કે કોલકત્તા હોઈકોર્ટે ગુરુવારે તે આદેશ વિરૂદ્વ BJP તરફથી દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી. જેમા પાર્ટીને રથયાત્રા માટે મંજૂરી આપવા માટે ના પાડી દીધી હતી.
કોર્ટે આદેશ આપ્યો કે મુખ્ય સચિવ, ગૃહ સચિવ અને પોલીસ મહાનિર્દેશક ૧૨ ડિસેમ્બર સુધી BJP ના ત્રણ પ્રતિનિધિયોની સાથે બેઠક કરશે અને ૧૪ ડિસેમ્બર સુધી મામલાનો નિર્ણય કરશે.
કોર્ટના ચૂકાદા પહેલા વિજયવર્ગીયએ કહ્યું કે જા જરૂર પડી તો અમે ન્યાય માટે સુપ્રીમ કોર્ટમાં જઈશું. મ્ત્નઁએ તે પત્રોનો કોઈ જવાબ ના આપવા માટે શુક્રવારે પશ્વિમ બંગાળ સરકારને ફટકાર લગાવી જે તેને રાજ્યમાં રથયાત્રાએ માટે અનુમતિ માગવા માટે લખ્યા હતા.
BJP ના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ કોર્ટના ચૂકાદા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે અમે કોર્ટના તે ચૂકાદા માટે આભાર માનીએ છીએ. રાજ્ય સરકારને કેટલાય દિવસોથી આ મામલે અમારી સાથે ચર્ચા કરવા માટે સમય ન હતો. હવે તે ચર્ચા માટે બેસશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




