ન્યુ દિલ્હી,તા.૩૦
જર્મનીના મ્યૂનિકમાં ભારતીય દંપતી પર જીવલેણ હુમલો થયો. તેમાં પતિ પ્રશાંત બાસારૂરનું મોત થયું જ્યારે તેની પત્ની સ્મિતા ગંભીર રીતે ઘાયલ થઇ છે. શનિવારે આ જાણકારી વિદેશ મંત્રી સુષમા સ્વરાજને ટ્વીટર પર આપી. સ્વરાજે જણાવ્યું કે, મ્યુનિકમાં મોજૂદ ભારતીય અધિકારીઓને કહ્યું કે, દંપતીના બંને બાળકોનું ધ્યાન રાખે.
સ્વરાજે લખ્યું, ભારતીય દંપતી પ્રશાંત અને સ્મિતા બાસારૂર પર મ્યૂનિકની નજીક ઇમિગ્રન્ટ નાગરિકે ચાકૂથી હુમલો કર્યો. દુર્ભાગ્યવશ પ્રશાંતનું આ હુમલામાં મોત થયું છે જ્યારે સ્મિતાની હાલત હવે સ્થિર છે. અમે પ્રશાંતના ભાઇને જર્મની મોકલવાની ગોઠવણ કરી રહ્યા છે. હું પીડિત પરિવાર પ્રત્યે મારી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરું છું.
આ દરમિયાન ટ્વીટર પર એક યૂઝરે સ્વરાજને પુછ્યું તમે ભાજપના સૌથી સંવેદનશીલ નેતા કેમ છો? તેના જવાબમાં મંત્રીએ કહ્યું કે, કારણ કે હું વિદેશમાં મોજૂદ ભારતીયો અને તેમની સાથે જાડાયેલા મામલાની ચોકીદારી કરી રહી છું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પહેલાં ‘મેં ભી ચોકીદાર’ અભિયાનની શરૂઆત કરી હતી. ત્યારબાદ મોટાંભાગે ભાજપા નેતાઓએ પોતાના નામની આગળ ચોકીદાર લગાવવાનું શરૂ કરી દીધું છે. વડાપ્રધાને આ અભિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ચોકીદાર ચોર છેના નારાના વિરોધમાં શરૂ કર્યુ હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



