કાશ્મીરમાં ભાજપ નેતાની પત્રકારોને ધમકી, બુખારી જેવી હાલત ન કરવી હોય તો ખુદને સંભાળો

0
112

શ્રીનગર,તા.૨૩
કાશ્મીરમાં વરિષ્ઠ પત્રકાર શુજાત બુખારની હત્યાનો મામલો હજી શાંત થયો નથી. ત્યાં જમ્મુ-કાશ્મીરની સરકારમાં પ્રધાન રહી ચુકેલા ભાજપના ધારાસભ્ય ચૌધરી લાલસિંહે પોતાના નિવેદનથી વિવાદ ઉભો કર્યો છે. ભાજપના નેતા લાલસિંહે પત્રકારોને વાતવાતમાં જ ચેતવણી આપી દીધી છે. જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ લાલસિંહના નિવેદન પર ભાજપને ઘેરવાની કોશિશ કરી છે.
ચૌધરી લાલસિંહે પત્રકારોને ચેતવણી આપી છે કે કાશ્મીરના પત્રકારોએ અયોગ્ય માહોલ પેદા કર્યો હતો. હવે તો તેઓ કાશ્મીરના પત્રકારોને કહેવા માંગશે કે તમે તમારા પત્રકારત્વની લાઈન નક્કી કરી લો કે કેવી રીતે રહેવું છે? એવી રીતે રહેવું કે જેવું શુજાત બુખારી સાથે થયું માટે તમે ખુદને સંભાળો અને એક લાઈન ખેંચો જેથી આ ભાઈચારો તૂટે નહીં અને જળવાયેલો રહે.
મહત્વપૂર્ણ છે કે, કઠુઆ ગેંગરેપના મામલામાં આરોપીઓનો પક્ષ લેવાને કારણે લાલસિંહ ચર્ચામાં આવ્યા હતા. જેને કારણે બાદમાં જમ્મુ-કાશ્મીરની પીડીપી-ભાજપની ગઠબંધન સરકારમાંથી તેમણે રાજીનામું આપ્યું હતું. લાલસિંહે કઠુઆ ગેંગરેપના આરોપીઓની તરફેણમાં નીકળેલી રેલીમાં ભાગ લેતા વિવાદ સર્જાયો હતો. લાલસિંહનું માનવું છે કે કઠુઆ ગેંગરેપના મામલાને પત્રકારોને કારણે હવા મળી છે અને તેમને પ્રધાન પદેથી રાજીનામું આપવું પડયું હતું. આ મામલાનો સંદર્ભ લઈને શુક્રવારે ભાજપના નેતા લાલસિંહ દ્વારા પત્રકારોને સલાહના નામે ધમકી ભરેલી ચેતવણી આપવામાં આવી છે.

(જી.એન.એસ)

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY