એચઆઈવી પીડિત સાથે ભેદભાવ હવે અપરાધ : બે વર્ષની કેદ,એક લાખનો દંડ

0
31

હવે કોઈ એચઆઈવી પીડિત સાથે ભેદભાવ નહી કરવો અપરાધ ગણવામાં આવેશે
ન્યુ દિલ્હી,તા.૧૧
HIV(એડ્‌સ)ના દર્દી સાથે ભેદભાવ કરવાનું હવે અપરાધની શ્રેણીમાં માનવામાં આવશે. આવું કરનારા લોકોને બે વર્ષની જેલ અને એક લાખ સુધીનો દંડ ફટકારવામાં આવી શકે છે. આ સંબંધમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી એચઆઈવી-એડ્‌સ અધિનિયમ, ૨૦૧૭ની સૂચના જાહેર કરવામાં આવી છે. સૂચનાપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ૧૦ સપ્ટેમ્બરથી આને પૂરા દેશમાં લાગુ કરી દેવામાં આવશે.
HIV-એડ્‌સ અધિનિયમ ૨૦૧૭ને એપ્રિલમાં પસાર કરવામાં આવ્યો હતો. જોકે, સૂચના પસાર થયા બાદ પણ આને લાગુ ન કરવાના કારણે દિલ્હી હાઈકોર્ટે આને સ્વતઃ સંજ્ઞાનમાં લઈને સ્વાસ્થ્ય મંત્રાલયને જબરદસ્ત ફટકાર લગાવી હતી. આ સૂચનાપત્ર જાહેર થઈ ગયા બાદ એચઆઈવી અથવા એડ્‌સ પીડિતોને સંપત્તિમાં પૂરો અધિકાર અને સ્વાસ્થ્ય સેવાઓ સાથે જોડાયેલી દરેક બનતી મદદ મળી શકશે. સૂચનાપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ રીતના દર્દીઓ સાથેના ભેદભાવને અપરાધની શ્રેણીમાં માનવામાં આવશે.
હ્યૂમન ઈમ્યૂનોડેફિસિએંશી વાયરસ એન્ડ એકાયર્ડ ઈમ્યૂન ડેફિસિએન્સી સિંડ્રોમ (પ્રિવેંશન એન્ડ કંન્ટ્રોલ)બિલ, ૨૦૧૭નો આ એક્ટ એચઆઈવી ક્મ્યૂનિટી માટે કાયદો મજબૂત કરવા માટે પાસ કરવામાં આવ્યો છે. આનાથી આવા સમુદાયના લોકોને લીગલ સેંકિટ્કી એટલે કે કાયદાની શુદ્ધતા એટલેકે ન્યાયનો અધિકાર આપવામાં આવશે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY