૫શુઓના વેંચાણની શરતમાંથી ‘કતલખાનુ’ શબ્દ દૂર થશે ?

0
113

ન્યુ દિલ્હી,તા.૨૭
કેન્દ્ર સરકાર વધુ એક મામલામાં યુટર્ન લેવા જઈ રહી છે. બજારમાં કતલખાનાને પશુઓના વેચાણ પર લગાવવામાં આવેલા પ્રતિબંધનને હટાવવાની તૈયારી થઈ રહી છે. યુપીમાં યોગી આદિત્યનાથની સરકારે કતલખાનાઓ પર કડકાઈ દાખવતા નિયમો લાગુ કર્યા છે. તે વખતે કેન્દ્ર સરકાર એક નોટિફિકેશન લઈને આવી હતી.
જેમા શરત લગાવવામાં આવી હતી કે પશુઓના વેચાણ કતલખાનાઓ માટે થઈ શકે નહીં. જા કે બાદમાં આના પર સુપ્રીમ કોર્ટે સ્ટે લગાવી દીધો હતો. હવે અહેવાલ છે કે પશુઓ માટે ક્રૂરતાથી બચાવ પશુધન બજાર નિયમન નિયમ-૨૦૧૭ના નવા સંસ્કરણમાં સ્લોટર એટલે કે કતલખાના શબ્દને હટાવી દેવામાં આવશે. અંગ્રેજી અખબારે પોતાના અહેવાલમાં દાવો કર્યો છે કે કેન્દ્રીય કાયદા મંત્રાલય દ્વારા નવા નોટિફિકેશનની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. તેને જાતા આના સંદર્ભે સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે.
મહત્વપૂર્ણ છેકે ૨૩ મે-૨૦૧૭ના રોજ પર્યાવરણ મંત્રાલયના નોટિફિકેશન દ્વારા પશુ બજારમાં પશુઓના વેચાણ કતલખાના માટે કરવા પર રોક લગાવી દેવામાં આવી હતી. એટલે કે પશુઓની બજારમાં ખરીદી અને વેચાણ થઈ શકે છે.. પરંતુ તેને કતલખાનાને વેચી શકાશે નહીં. તેને લઈને દેશભરમાં વિરોધ પણ થયો હતો. કારણ કે તેના કારણે અબજા રૂપિયાના માંસની નિકાસના કારોબાર પર અસર પડવાની આશંકા હતી. હવે કાયદાકીય મંત્રાલય આ નિયમને કંઈક અંશે લચીલો બનાવવાનું કામ કરી રહ્યું છે.
નવા પ્રસ્તાવિત કાયદામાં કહેવામાં આવ્યું છે કે કોઈપણ અયોગ્ય અથવા યુવા પશુને કોઈ પશુ બજારમાં વેચી નહીં શકાય. કોઈપણ એવી વ્યક્તિને પશુ બજારમાં ગર્ભવતી અથવા તાજેતરમાં બચ્ચાને જન્મ આપ્યો હોય તેવા પશુઓને વેચવાની મંજૂરી નહીં હોય. ખેડૂતોને હાલના નિયમોથી મુશ્કેલીઓ થઈ રહી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY