
કુરનૂલ,તા.૪
આંધ્રપ્રદેશના કુરનૂલ જિલ્લામાં શુક્રવારની રાત્રે એક પથ્થરની ખાણમાં શક્તિશાળી વિસ્ફોટ થતા આગ લાગી હતી. જેમાં ૧૫ શ્રમિકોનાં મોત થયા છે. તેમજ ૪ શ્રમિકો ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જો કે, હજુ મૃતકોની સંખ્યામાં વધારો થઇ શકે છે.
એક તપાસ અધિકારીના જણાવ્યા મુજબ, અત્યાર સુધી પાંચ મૃતદેહ મળ્યા છે, જ્યારે આ ધમાકાની ઝપેટમાં આવવાથી ઇજાગ્રસ્ત થયેલ લોકો હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે. ઉલ્લેખનિય છે કે મૃતકો બિહાર, ઓરિસ્સા અને છત્તીસગઢના રહેવાસી છે. આ શ્રમિકો પથ્થરની ખાણમાં પથ્થર તોડવાનું અને ટ્રકમાં પથ્થર ભરવાનું કામ કરતા હતા.
પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.વિસ્ફોટ સમયે ખાણમાં ૨૦થી વધુ લોકો કામ કરી રહ્યા હતા. ખાણમાં લાપતા મજૂરની શોધખોળ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



