૪૫૪ યાત્રાળુનું સૌથી નાનું જૂથ અમરનાથની ગુફા તરફ રવાના

0
12

જમ્મૂ,તા.૪
અત્યાર સુધીનો સૌથી નાનો એટલે કે ૪૫૪ યાત્રાળુનું જૂથે હિમલિંગના દર્શને બાબા અમરનાથની ગુફા તરફ જમ્મુના બેઝ કેમ્પમાંથી રવાના કરાયું હતું.
ગાંડરબાલ જિલ્લાના બાલતાલ અને અનંતનાગ જિલ્લાના પહલગામવાળા રૃટ પરથી ૨૮મી જૂને બાબા અમરનાથની યાત્રાનો શુભારંભ કરાયો હતો. અત્યાર સુધી યાત્રા સરળતાથી પસાર થઇ છે અને અંદાજે ૨.૬૭ લાખથી વધુ યાત્રાળુઓ હિમલિંગના દર્શનનો લાભ મેળવી ચૂક્યા છે. કુદરતી રીતે બનતું બરફનું શિવલિંગ ઝડપથી પીગળી રહ્યું હોવાની વાતે પાછલા સપ્તાહ દરમિયાન યાત્રાળુઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો.
પોલીસે જણાવ્યું હતું કે સખત સુરક્ષા પહેરા હેઠળ ૧૩ વાહનોમાં ૪૫૪ યાત્રાળુનો જથ્થો ભગવતી નગર બેઝ કેમ્પથી કાશ્મીર જવા રવાના કરાયો હતો. આ અગાઉ ૩૧મી ઓગસ્ટે ૫૮૮ યાત્રાળુનો જથ્થો જમ્મુથી કાશ્મીરના બેઝ કેમ્પ તરફ રવાના થયો હતો.
આ વર્ષની અમરનાથ યાત્રાના ૩૬માં દિવસે ગુરુવારે ૧૯૭૪ યાત્રીએ પવિત્ર ગુફાનાં દર્શન કર્યા હતા. આજ સુધી કુલ ૨,૬૭,૯૧૧ યાત્રીએ દર્શનનો લાભ લીધો હતો. બાબા અમરનાથની યાત્રાની પૂર્ણાહુતિ ૨૬મી ઓગસ્ટે થશે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY