મોદી સરકાર વિજળી સસ્તી કરવાની તૈયારીમાં,સીધો લાભ ગ્રાહકોને થશે

0
16

ન્યુ દિલ્હી,તા.૪
કેન્દ્ર સરકાર દેશમાં વિજળીના ભાવો ઘટાડવા અને તેમા એકરૂપતા લાવવાની દિશામાં કામ કરી રહી છે. આ માટે સરકાર થર્મલ ઉર્જા ઉત્પાદન તથા શેડયુલીંગના નિયમોમાં છૂટછાટ આપવા માગે છે. ઉર્જા મંત્રાલયે ગયા મહિને આ બાબતે મેરીટ ઓર્ડર જારી કરી તમામ પક્ષો પાસે સૂચનો માગ્યા હતા. જે અંગે સકારાત્મક પ્રતિભાવો મળ્યા છે.
દેશમાં થર્મલ ઉર્જા ઉત્પાદન ૩૪૪ ગીગાવોટ અને અક્ષય ઉર્જા ક્ષમતા ૭૦ ગીગાવોટ છે. તેમા વધુમાં વધુ માંગવાળા સમયમાં ઉપલબ્ધતા ૧૭૩ ગીગાવોટ હોય છે. ઉર્જા સમજુતી નહીં હોવાને કારણે એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં વિજળીનો પુરવઠો પહોંચાડવો સંભવ નથી હોતો, એવામાં મોંઘી વિજળી ખરીદવી પ૦ડે છે અને તેની સીધી અસર ગ્રાહક પર પડે છે.
મોંઘી વિજળીનો હલ શોધવાની દિશામાં ઉર્જા મંત્રાલયે ૧૭ જુલાઈના રોજ જારી કરેલ મેરીટ ઓર્ડર પર ૧ ઓગષ્ટ સુધી સીઈઆરસી, સીઈએ અને રાજ્યોના ઉર્જા સચિવો પાસે સૂચનો માંગવામાં આવ્યા હતા. જેમાં થર્મલ ઉર્જા ઉત્પાદન તથા શેડયુલીંગના નિયમોમાં છૂટ આપવાને લઈને સકારાત્મક પ્રતિભાવો મળ્યા હતા. જવાબ સકારાત્મક આવવાના કારણે વિજળી કંપનીઓની પડતરમાં ઘટાડો થશે અને એકરૂપતા આવશે. સરકાર આ વ્યવસ્થાને ટ્રાયલને આધારે એક વર્ષ માટે લાગુ કરી શકે છે. તે પછી પુનઃ વિચાર કરી આગળ વધવામાં આવશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY