શિક્ષણ સમિતિના નિરીશક કિશોર વાઘાણીએ સામાન્ય બાબતમાં શિક્ષિકાને અપમાનિત કરી

0
138

ગુ.હા.બોર્ડ ખાતે આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નં.૪૯માં સર્વ શિક્ષા અભિયાનની કામગીરી વખતે કિશોર વાઘાણી નામના નિરીશકે બે શિક્ષિકાઓને વાત-ચીત કરતી જોઈ બે પૈકી એકને જાતિ વિષ્યક શબ્દો ઉચ્ચારી અપમાનિત કર્યા હતા. જે અંગે પાંડેસરા પોલીસે શિક્ષિકાની ફરિયાદ લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે જાણવા મળતી વિગત મુજબ ગત તા. ૧૦-૭-૨૦૧૭ના રોજ ગુજરાત હાઉસીંગ બોર્ડ પાંડેસરા ખાતે આવેલી શારદાબેન બી.મહેતા ન.પ્રા. શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક ૪૯માં ફરિયાદી ઉમાબેન પર્વતસિંહ રાવત ફરજ પર હતા. શાળામાં સર્વ શિક્ષા અભિયાનની કામગીરી ચાલી રહી હોય ફરિયાદી તથા ધોરણ-૪(અ)ની શિક્ષિકા દિનાબેન કાંતીભાઈ દેસાઈ સંકલનમાં કામગીરી કરી રહ્યા હતા.
આ સમયે કેળવણી નિરીશક કિશોરભાઈ વાઘાણીએ બંને શિક્ષિકાને શું કરો છો તેમ કહ્યા બાદ રોષે ભરાઈને ફરિયાદી ઉમાબેનને મન ફાવે તેમ શબ્દો ઉચ્ચાર્યા હતા. જાતિ વિસયક ટિપ્પણી કરી તમને શિક્ષિકાની નોકરીએ કોણે રાખ્યા એમ કહી અપમાનિત કર્યા હતા. આ મામલે આજે પાંડેસરા પોલીસ મથકે શિક્ષિકાએ નિરીશક કિશોર વાઘાણી વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY