રાજકોટ,તા.૧૭
ઉપલેટાની એક શાળામાં પાર્સલ બામ્બ હોવાની માહિતી પોલીસને મળી હતી. માહિતીને આધારે સ્થાનિક પોલીસ ઉપરાંત ખુદ જિલ્લા પોલીસ વડા, બામ્બ સ્કવોડ, હ્લજીન્, આર.આર.સેલ અને ક્રાઇમ બ્રાન્ચનો કાફલો દોડી ગયો હતો. બામ્બ સ્કવોડ દ્વારા તાત્કાલિક આ બામ્બને ડિફ્યુઝ કરવામાં આવ્યો હતો. આ બામ્બ વૈજ્ઞાનિક ઢબે બનાવવામાં આવ્યો હોવાનું જણાતા આ મામલે વિદ્યાર્થી ઉપર આશંકા સેવાઇ રહી છે. હાલ આ સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓની દેખરેખમાં ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ છે.
ગત સાંજે પોરબંદર રોડ પરની ક્રિષ્ના સ્કૂલમાં કુરિયર દ્વારા એક પાર્સલ મળ્યું હતું. આ પાર્સલ ખોલતા તેમાં કશુંક અજુગતુ હોવાનું જણાતા સંચાલકોએ પોલીસમાં જાણ કરી હતી. જેને પગલે જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને બામ્બ સ્કવોડનો કાફલો દોડી ગયા હતા. અને આ પાર્સલમાં રહેલો બામ્બ સમયસર ડિફ્યુઝ કરાતા મોટી દુર્ઘટના ટળી હતી. જા કે વૈજ્ઞાનિક ઢબે બનાવવામાં આવેલા આ બામ્બ અંગે વિદ્યાર્થી ઉપર પણ આશંકા સેવાઇ રહી છે. શંકાસ્પદ જણાતા આ બનાવમાં પોલીસ દ્વારા ગુપ્ત રાહે તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગે જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ જણાવ્યું હતું કે, આ પાર્સલ બામ્બમાંથી શક્તિશાળી ગણાતો સુપર પાવર ૯૦ નામનો પદાર્થ મળી આવ્યો છે. રાજકોટ રૂરલ અને BDS (બામ્બ ડિપોઝીબલ) ટીમ દ્વારા બામ્બને બ્લાસ્ટ કરીને ડિફ્યુઝ કરવામાં આવ્યો છે. અને આ મામલામાં કોની સંડોવણી છે તે મુદ્દે ૪ ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી હોવાનું પણ તેમણે કહ્યું હતું. ત્યારે પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સાચી હકીકત જાણી શકાશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




