ગાંધીનગર,તા.૧૭
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી પરપ્રાંતિયો મુદ્દે ફેલાયેલી અશાંતિ મુદ્દે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં સોગંધનામું રજૂ કર્યું હતું. આ સોગંધનામામાં સરકારે અત્યારસુધીમાં પરપ્રાંતિયો પર થયેલી હિંસા, સરકારે લીધેલા પગલા જેવા મુદ્દા રજૂ કર્યા હતા. સાથે જ આગામી સમયમાં હિંસા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ બાંહેધરી આપી હતી.
બનાસકાંઠામાં પરપ્રાંતિય શખ્સ દ્વારા બાળકી પર બળાત્કારની ઘટના બાદ રાજ્યમાં કેટલાક લોકોએ પરપ્રાંતિય લોકોને નિશાન બનાવ્યા હતા. આ હિંસા બાદ હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી થઇ હતી. જેમાં સરકાર પાસે ખુલાસા માગ્યા હતા. આ ખુલાસાના જવાબ રૂપે રાજ્ય સરકારે કોર્ટમાં સમગ્ર મુદ્દે કાર્યવાહીની આંકડા રજૂ કર્યા હતા. જેમાં જણાવાયું કે પરપ્રાંતિયો પર થયેલા હુમાલાઓના કેસમાં ૬૩ અલગ અલગ ગુના નોંધાયા છે. કુલ ૧૦ જિલ્લામાં ટોળા દ્વારા હુમલાની ઘટના બની હતી.
સરકારે સોગંધનામામાં જણાવ્યું કે પોલીસે ગુનેગારોને ઝડપી પાડવા માટે કડક કાર્યવાહી કરી છે. રાજ્યમાં શાંતિ ડહોળતા તત્વો સામે પગલા લેવાયા છે. એટલું જ રાજ્ય સરકારે જણાવ્યું રે ગુજરાત રાજ્ય સામે દેશનો કોઇપણ નાગરિક પરપ્રાંતિય નથી. ગુજરાતમાં ધંધા-રોજગારનો તમામને અધિકાર છે. આ અધિકાર રોકનાર સામે કાર્યવાહી કરાશે. તો સોશિયલ મીડિયા પર અફવા ફેલાવી શાંતિ ડહોળનારાઓ સામે સાયબર ક્રાઇમ હેટળ કાર્યવાહી કરાશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


