ભાજપ, કોંગ્રેસ, માકપા અને માઓવાદીઓ ભેગા થઈને આપણને હરાવવા પ્રયાસ કરશે: મમતા

0
13

કોલકાત્તા,તા.૨૨
વર્ષ ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તમામ વિરોધી પાર્ટીઓને એકજુથ કરી રહ્યાં છે. તેઓ સતત કહી રહ્યાં છે કે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હરાવવા હશે તો વિરોધી પક્ષોએ સાથે મળીને તાકાત લગાવવી પડશે. જાકે, આ દરમિયાન સંભવિત મહાગઠબંધનની મહત્વપૂર્ણ પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના સુર બદલાઈ રહ્યાં છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ અધ્યક્ષ મમતા બેનરજીએ પાર્ટીની બેઠકમાં ભાજપની સાથો સાથ કોંગ્રેસને પણ હડફેટે લીધી. મમતા બેનરજીએ આરોપ લગાવ્યો કે, ભાજપ, કોંગ્રેસ, માકપા અને માઓવાદીઓ હાથ મેળવી લીધા છે અને તેમને હરાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે, રાજ્યમાં વોટ શેર વધારવા માટે ભાગવા પાર્ટી ઈવીએમ સાથે છેડછાડ કરી રહી છે.
લોકસભાની ચૂંટણીને આડે માંડ એકાદ વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ મોદી સરકારને ફરીથી સત્તા પર આવતી રોકવા એડીચોટીનું જાર લગાવી રહી છે. કોંગ્રેસ મહાગઠબંધનની વાત કરી રહી છે. પરંતુ મહાગઠબંધનની મહત્વની પાર્ટી એવી તૃણમૂલ કોંગ્રેસ આડી ફાટતી નજરે પડે છે. તાજેતરમાં જ મમતા બેનરજીએ કહ્યુ છે કે, મતદાર યાદીનું પુનરીક્ષણનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. પ્રક્રિયાનું પાલન થાય તે સુનિશ્ચિત કરવામાં આવે. ઈવીએમ સાથે છેડછાડ કરવી ભાજપની આદત છે. તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓએ સતર્ક રહેવું પડશે અને ઈવીએમ પર નજર રાખવી જાઈએ.
આમ ભાજપ પર પ્રહાર કરતા કરતા મમતા બેનરજી અચાનક કોંગ્રેસ પર પણ હુમલાવર બની. મમતાએ કાર્યકર્તાઓને સંબોધતા કÌšં કે, ભાજપ, કોંગ્રેસ, માકપા અને માઓવાદીઓ અંદરખાને મળી ગયાં છે. તેઓએ એકબીજા સાથે હાથ મીલાવી લીધા છે. તેઓ આપણને હરાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આમ મમતા બેનરજીનું આ નિવેદન મહાગઠબંધન પર સવાલ ઉભા કરી રહ્યુ છે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY