ઉપલેટા શહેરમાં ૧૮ વર્ષે બે મુસ્લિમ સિપાઈ જમાત એક થતા હોદ્દેદારોની ચુંટણી યોજાઈ.

0
181

ઉપલેટા શહેરમાં અત્યાર સુધી સિપાઈ સમાજના બે જુથ હતા. આ અંગે સમાધાન પ્રક્રિયા સંદર્ભે બંને જૂથોની એક મિટિંગ બોલાવતા સમાધાન શક્ય બન્યું હતું. ઉપલેટામાં ૧૮ વર્ષ પછી તવક્કલ સીપાઈ જમાત અને સમસ્ત સીપાઈ જમાત, એમ બે સમાજ એકજુટ થઈ જતા આ નિર્ણયને સમગ્ર સીપાઈ જમાતે આવકારેલ હતો. આ સમાજનો છેલ્લા ૧૮ વર્ષ બાદ ઈતિહાસ બદલાતા બે સમાજ અેક થઈને પ્રમુખ, બે ઉપપ્રમુખો, બે સેક્રેટરીઓ, જોઈન્ટ સેક્રેટરી અને ખજાનચીની ચુંટણી શાંતિપૂર્વક યોજી સારી રીતે સમાજ ચલાવવાનો નિર્ણય લીધેલ હતો. પંચની આગેવાની હેઠળ ચુંટણી યોજાઈ હતી. જેમાં હોદ્દેદારો ચૂંટાયા હતા તેની યાદી પ્રમાણે પ્રમુખ તરીકે રૂ વાલા અમીનભાઈ અજિઝભાઈ બેલીમ, ઉપપ્રમુખ તરીકે (૧) હારૂન મામદભાઈ રાઠોડ (૨) મુસ્તાક ગફારભાઈ સીકંદર, સેક્રેટરીઓ (૧) સાદીક હારૂન બેલીમ, (૨) રઝાક ઈસ્માઈલભાઈ ખોખર, જોઈન્ટ સેક્રેટરી મોહસીન રઝાકભાઈ ચૌહાણ, ખજાનચી તરીકે ઈબ્રાહીમ અલીભાઈ કુરેશીની વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ પદને બાદ કરતાં તમામ હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયા હતા. પ્રમુખ પદ માટે બે ફોર્મ ભરાયા હતા. જેમાં 136 મત પડ્યા હતા . જેમાંથી રૂવાલા અમીન અઝીઝ બેલીમને 99 મત અને સામેના હરીફ ઉમેદવાર સલીમ ગફાર કુરેશીને માત્ર 35 મત જ મળતા અમીન અઝીઝ બેલીમનો 64 મતોની જંગી લીડથી વિજય થયો હતો. જ્યારે બે મત રિજેક્ટ થયા હતા. વિજેતાને સિપાઈ સમાજ દ્વારા આવકારવામાં આવેલ હતા.

રિપોર્ટર : દિનેશ ચંદ્રવાડિયા – ઉપલેટા
9979291598/7016006334

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY