પાળીયાદ પોલીસે દેશી બનાવટની પીસ્ટલ અને જીવતા કારતુસ સાથે એકને ઝડપી પાડ્યો

0
206

અશોક કુમાર યાદવ નાયબ પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ ભાવનગર ના દ્વારા તાજેતરના ભારતીય વાયુસેનાની આતંકવાદી વિરુદ્ધની મજબૂત કાર્યવાહીને લઈને આંતરીક સુરક્ષાને ધ્યાને લઈ ખાસ ઝુંબેશ રૂપે સઘન કાર્યવાહી કરવા સુચના આપેલ જે અન્વયે બોટાદ જીલ્લાના પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા જીલ્લામાં વાહન, હોટેલ, ઢાબા, ગેસ્ટ હાઉસ, ધાર્મિક સ્થળો, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, શકમંદ ઈસમો અને શકમંદ વિસ્તાર ચેકીંગની ખાસ ડ્રાઈવ રાખવામાં આવેલ જે આધારે વિભાગીય પોલીસ અઘિક્ષક આર.એન.નકુમની સુચના અને માર્ગદર્શન હેઠળ પાળીયાદ પો.સ.ઈ. એન.સી. સગર સ્ટાફ સાથે વાહન ચેકીંગ તથા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન તા.૨૬/૦૨/૧૯ ના રોજ એક ઇસમ ઉદયભાઇ વલકુભાઇ ધાધલ કાઠી દરબાર રહે.નાગડકા તા.સાયલા જી.સુ,નગર વાળાનાં હવાલા વાળા મોટર સાઇકલ નં.જી.જે.૩૩ ૦૭૭૯ વાળા પાસેથી ગે.કા દેશી બનાવટની પીસ્તોલ તથા જીવતા કારતુસ નંગ-૪ સાથે કુલ મુદામાલ રૂ ૪૫૩૨૦ સાથે પકડાયેલ હોય તો તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છેઆ ગુન્હાની તપાસ પાળીયાદ પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ એન.સી.સગરનાઓ ચલાવી રહયા છે

રિપોર્ટર-વિપુલ લુહાર(બોટાદ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY