અચાનક વાતાવરણમાં પલટો આવતા બીમારી વધવાની શક્યતાઓ સાથે ખેડૂતોના પાકને પણ નુકસાન થશે
રાજપીપળા : રાજપીપળા શહેરમાં મંગળવારે રાત્રે દસેક વાગે અચાનક વાતાવરણ માં પલટો આવ્યો અને વાવાઝોડા સાથે વરસાદી ઝાપટા પડતા ત્રિવેણી ઋતુનો સંગમ જોવા મળ્યો હતો જોકે છેલ્લા પંદરેક દિવસથી સવારે ઠંડી અને બપોરે ગરમી વાળું બેવડું વાતાવરણ હતુજ ત્યાં અચાનક વરસાદ પડતા એકજ દિવસે ત્રણ ત્રણ ઋતુ જોવા મળી જેના કારણે લોકો બીમાર પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે ત્યારે ગ્લોબલ વોર્મિંગ ના કારણે ઋતુચક્ર માં થતા આ ફેરફારોના કારણે લોકો બીમાર તો પડશેજ પરંતુ ધરતીપુત્રોના પાકને પણ નુકશાન થશે જેમાં ખેડૂતોના કપાસ,ઘઉં જેવા સીઝનના પાકોને નુકસાન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





