ભરૂચમાં નિવૃત્ત ટ્રેઝરર કરાર પર નોકરીઅે લીધા અને 4 હજારની લાંચ લેતાં ઝડપાયાં.

0
21

ભરૂચની પીડબલ્યુડીની કચેરીમાં નિવૃત્તિ કરાર અાધારીત ડ્રાફ્ટમેન(ટ્રેઝરર)ની ફરજ બજાવતાં અેક શખ્સે વિલાયતના અેક વ્યક્તિની અેનઅેની ફાઇલના મામલે 5 હજારની લાંચ માંગી હતી.

વિલાયતની વ્યક્તિઅે ભરૂચ લાંચ રૂશ્વત વિરોધી શાખામાં ફરિયાદ કરતાં ટીમે અાજે છટકું ગોઠવ્યું હતું. પીડબલ્યુડીના ડ્રાફ્ટમેને લાંચના 4 હજાર રૂપિયા સ્વિકારતાં અેસીબીની ટીમે તેમને ઝડપી પાડી અાગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, વાગરા તાલુકાના વિલાયત ગામે રહેતાં અેક શખ્સે કલેક્ટર કચેરીઅે અરજી કરી હતી. દરમિયાન કલેક્ટર કચેરીમાંથી તે ફાઇલ અભિપ્રાય અર્થે પીડબલ્યુડીની કચેરીઅે પહોંચી હતી.દરમિયાન પીડબલ્યુડીની કચેરીમાં નિવૃત્તી બાદ કરાર અાધારિત ટ્રેસરરની પોસ્ટ પર ફરજ બજાવી રહેલાં પુષ્પવદન જાદવ (રહે. માંગલ્ય સોસાયટી, ચાવજ)પાસે ફાઇલ પહોંચતાં તેમણે ફાઇલનો રીપોર્ટ તૈયાર કર્યાં બાદ અરજદારને ફોન કરી સંપર્ક કર્યો હતો. તેમજ તેમને રૂબરૂમાં બોલાવતાં તેઅો કચેરીઅે અાવ્યાં હતાં. ત્યારે પુષ્પવદન જાદવે તેમને સર્ટીફિકેટ માટે વહિવટ કરવાનું જણાવી પાંચ અાંગળીના ઇશારે 5 હજાર રૂપિયાની માંગણી કરી હતી. જોકે અરજદારે જે તે સમયે તેમની પાસે રૂપિયા ન હોવાનું જણાવતાં તેણે બાદમાં રૂપિયા અાપી જવાનું જણાવ્યું હતું.જે બાદ અરજદારે સમગ્ર મામલામાં ભરૂચ અેસીબી કચેરીમાં પીઅેસઅાઇ અાર. અેમ. રાઠવાને ફરિયાદ કરતાં પોલીસે તેમની ફરિયાદના અાધારે અાજે છટકું ગોઠવ્યું હતું. જેના ભાગરૂપે અરજદારે પીડબલ્યુડીની કચેરીઅે પહોંચતાં પુષ્પવદન જાદવે તેમના ટેબલના ડાબા ખાનામાં લાંચના 4 હજાર રૂપિયા મુકાવ્યાં હતાં. દરમિયાન અેસીબીની ટીમે ત્રાટકી અારોપીને રંગે હાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ભરૂચની PWDની કચેરીમાં ટ્રેસરર તરીકે ફરજ બજાવતાં પુષ્પવદન જાદવ ગત વર્ષે 31મી મેના રોજ નિવૃત્ત થયાં હતાં. જે બાદ તેઅો શક્તિ અેન્ટરપ્રાઇઝ અેજન્સી હેઠળ કરાર પર તે જ સ્થાને પુન: ડિસેમ્બરની કાર્યરત થયાં હતાં. તેમજ અેનઅેની ફાઇલોના અભિપ્રાય સહિતની કામગીરી તેઅો કરતાં હતાં.

રિપોર્ટર:- અંકિતા પાટણવાડિયા મો:-9904733000

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY