આમ્રોત્સવમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડયા હતા

બોટાદ જીલ્લાના વિશ્વ પ્રસિધ્ધ સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદીરના કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી તથા પુજારી ધર્મકિશોરદાસજી સ્વામી દ્વારા દરેક તહેવારોની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. દેશ-વિદેશમાં વસતા લાખો હરિભક્તો દરેક તહેવારોની ઉજવણીના સાક્ષી બનતા હોય છે.ત્યારે આજે સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે ભવ્ય આમ્રોત્સવ ઉજવવામાં આવ્યો હતો.આમ્રોત્સવ નિમિત્તે મંદીરના વહીવટ કરતા અને કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીની પ્રેરણાથી અને પુજારીશ્રી ધર્મકિશોરદાસજી સ્વામી દ્વારા હનુમાનજી દાદાને કેરીઓનો શણગાર કરી કેરીઓ ધરાવી ભવ્ય આમ્રોત્સવ ઉજવવામાં આવ્યો હતો.આમ્રોત્સવ પ્રસંગે બપોરના 11 ક્લાકે ભવ્ય આમ્રોત્સવ વિષેશ આરતી કરવામાં આવી હતી.આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તોએ આમ્રોત્સવ શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી
તસવીર-વિપુલ લુહાર,રાણપુર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




