સુરત, તા. ૨૭
ગોટાલાવાડી ખાતે આવેલ એચવીકે હીરાની કંપનીનો ગાર્ડ ૧૦ કારીગરોના મોબાઈલ ફોન ચોરી ગયો હતો.
કતારગામ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગોટાલાવાડી ખાતે એચવીકે નામની હીરાની કંપની આવેલી છે. આ હીરા કંપનીમાં કામ કરતા રત્નકલાકારોના મોબાઈલ ફોન ટેબલના ડ્રોઅરમાં મૂકી દેવામાં આવે છે. રાત્રિપાળીમાં કામ કરતા ૫૧ રત્નકલાકારોના મોબાઈલ ફોન પૈકી ૧૦ મોબાઈલ ફોન આરોપી ગાર્ડ અંકુશ કુલદીપ દત્ત (યુ.પી.) ચોરી કરી ગયો હતો. આ સંદર્ભે સીક્યુરિટી કોન્ટ્રાક્ટ ધરાવતા અજીતકુમાર રોષીપાલ યાદવે આરોપી ગાર્ડ અંકુશ વિરુદ્ધ કતારગામ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



