દિવસ દરમ્યાન માંડ 8 થી 10 ટેન્કરો ભરાતા હશે પણ એના કરતા વધુ પાણીનો બગાડ કેટલે અંશે વ્યાજબી..!!
રાજપીપળા : ગુજરાત સહિત નર્મદાના અંતરિયાળ ગામોમાં પાણીનો પોકાર પડી રહ્યો છે. મુંગા પશુઓ અને માનવો તરશે મરે છે ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. હજારો લીટર પાણી વહી રહ્યું છે અને બંધ કરવા માટે કોઈ વાલ મુકેલો નથી ત્યારે આ પાણીનો બગાડ કેટલે અંશે વ્યાજબી કહેવાય
તંત્ર જાણે બુદ્ધિ નું પ્રદર્શન કરતું હોય એમ હેલિકોપટર સેવાના હેલીપેડ પાસે બોર કરી જેમાં એક પાઇપ જોઈન્ટ કરી એ પાઈપને ઝાડ સાથે બાંધી ટેન્કરો ભરવામાં આવે છે જ્યાં સ્ટેચ્યુ અને રોડ વચ્ચે આવેલા વૃક્ષઓને પાણી પીવડાવવામાં આવે છે. પણ જેને આ ટેન્કરો ભરવાની વ્યસ્થા કરી આપી એણે ટેન્કર ભરી છંટકાવ કરે અને પરત આવે ત્યાં સુધી આ પાણી બંધ રાખવા માટે એક પણ વાલ્વ આપ્યો નથી ત્યાં જો એકાદ વાલ્વ હોય તો આ પાણી બચી રહે પણ આ પાણી જ્યાં સુધી ટેન્કરના આવે ત્યાં સુધી વેડફાઈ રહ્યું છે આમ આખો દિવસ હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે માટે તંત્ર આ બાબતે ધ્યાન આપે તે જરુરી બન્યું છે.
સરદાર સરોવરમાં હાલ119.57 મીટર જેટલું પાણી છે ઠેર ઠેર પાણીનો પોકાર છે છતાં સરકાર પાણી છોડી બગાડવા માંગતી નથી. નર્મદા સુકાઈ રહી છે અને લાખો શ્રદ્ધળુઓની આસ્થાને પણ નકારી પાણી છોડવા તૈયાર નથી જ્યારે આજે પાણીની કિંમત ગામડાઓમાં રહેતા લોકોને ખબર પડી રહી છે અને એક બેઢું પાણી કેમ આવે તેના માટે કેટલી મહેનત કરવી પડે એ પાણીની તકલીફ વેઠતા લોકો જ જાણે છે ત્યારે અહીંયા હજારો લીટર પાણી વેફાઈ રહ્યું છે. જે કોઈ જોવા તૈયાર નથી ત્યારે આ તંત્રના હજારો લીટર વેડફતા પાણીને અટકાવે એ જરૂરી છે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




