બરવાળા,તા.૬
બોટાદ આર.ટી.ઓના અધિકારીઓ હોદ્દાનું ભાન ભુલી વાહન ચાલકો ઉપર હાથ ઉપાડી, ધમકાવી ખુલ્લેઆમ દાદાગીરી કરી વાહન ચાલકોને હેરાન કરી મેમો આપવામાં આવતા વાહન ચાલકોમા આર.ટીઓના અધિકારીઓ પ્રત્યે રોષ ફેલાયો છે. બોટાદ જિલ્લાના પ્રવેશદ્વાર ગણાતા બરવાળાના સાળંગપુર ૩ રસ્તા પર આર.ટી.ઓના અધિકારીઓ દ્વારા વાહન ચેકિંગમાં વારંવાર વાહન ચાલકોને ધમકાવવાના વરવા દ્રશ્યો જાવા મળે છે.
એક બનાવમાં આર.ટી.ઓ ઈન્સ્પેક્ટર કે.એચ.ચૌધરી, સીક્્યુરીટી ગાર્ડ રમેશભાઈ ખીમસુરીયા અને સાથે આવેલ સાદા કપડામાં ૨ અન્ય લોકો દ્વારા ટ્રક ચાલકને નીચે ઉતારી કાલર પકડી અને માર મારવાની ઘટના આવી સામે હતી. આર.ટી.ઓ અધિકારીઓ દ્વારા ગામડામાંથી બોટાદ ખાતે હિરા ઘસવા, રોજગારી માટે પીકઅપ, છોટા હાથી, ટેમ્પો વગેરે ગાડીઓમાં આવતા રત્નકલાકારોની ગાડીઓને પણ ઉભી રખાવી તેઓને મેમો આપતા આ વાહન ચાલકો જે રસ્તા ઉપર આર.ટી.ઓના અધિકારીઓ ઉભા હોય તેની વાત મળતા આ વાહન ચાલકો પોતાના રસ્તા ફેરવી નાખે છે. અને વધારે અંતર કાપીને ઘરે પહોચે છે. સીવીલ ડ્રેસ માં પણ માણસો સાથે રાખી અને રોજ રાત્રિના જ ચેકિંગ થાય છે. દિવસ દરમિયાન ચેકિંગ કરતા નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




