દિલ્હી ખાતે જાહેર કાર્યક્રમમાં આપવામાં આવશે , 22 વર્ષના સુસાનમાં ચેરમેન ઘનસ્યામ પટેલે અને તેમની ટીમે 15 મોં એવોર્ડ મેળવ્યો
રાજપીપળા : નર્મદાની જીવાદોરી સમાન નર્મદા સુગર ફેક્ટરીને વધુ એક રાષ્ટ્રીય એવોર્ડ થી સન્માનિત કરવાની જાહેરાત હાલ મિનિ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ કરી છે. તયારે આ એવોર્ડ મળવાના સમાચારથી નર્મદા સુગર પરિવારમાં ખુશીની લહેર પ્રસરી છે, ખેડૂતો અને કર્મચારીઓને જોડી એક સુંદર આયોજન કરી ઉંચી ગુણવત્તા વાળું પીલાણ કરતી નર્મદા સુગર ફેકટરીને”ઇન્ડસ્ટ્રીયલ એક્સલન્સ ” રાષ્ટ્રીય એવોર્ડ માટે નામ જાહેર કરવામાં આવ્યું છે. ઘી સુગર ટેક્નોલોજી એસોસિયેશન ઓફ ઇન્ડિયા નવી દિલ્હી અને મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ જાહેર કરી 77 માં એન્યુઅલ કન્વેશનલ દ્વારા જાહેર કાર્યક્રમમાં આગામી 17 મી જૂને દિલ્હી ખાતે આપવામાં આવશે.
નર્મદા સુગર એકદમ ઉત્તમ કોલેટીની ખાંડ બનાવવા સાથે વિદેશોમાં પણ એક્ક્ષપોર્ટ થાય છે. ત્યારે અહીંયા જેના ઉત્પાદનમાં કોઈ પણ ક્ષતિ વગર ખાંડનું ઉત્પાદન કરાયુ છે.જેમાં ચેરમેન, એમડી અને ચીફ ટેક્નિશ્યન સહીત વ્યવસ્થાપક કમિટીને એક સાથે થઇ સુંદર કામગીરી કરી આ એક્સલન્સ ઇન્ડ્રસ્ટ્રીમાં ભારતમાં મોખરે આવી છે જેનો મુખ્ય શ્રેય ચેરમેન ઘનસ્યામ પટેલ અને ટીમને જાય છે તેમના સુંદર આયોજન અને વહીવટ થકી આ એવોર્ડ મળ્યો છે 11 રાષ્ટ્રીય એવોર્ડ અને 4 રાજ્ય કક્ષાના એવોર્ડ આમ આ 15 મોં એવોર્ડ આ આ સુગરને મળશે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




