“કોર્ટ ઉલટો નિર્ણય આપે તો પણ સંસદમાં કાયદો બનાવીને રામ મંદિર બનાવીશું”

0
20

બોટાદ,તા.૧૮
બોટાદમાં આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદની ત્રિશુલ દીક્ષાંત સમારોહ અને બાઈક રેલી યોજાઈ. ત્રિશુલ દીક્ષાંત સમારોહ આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ ના સંસ્થાપક અને અધ્યક્ષ ડો.પ્રવીણ તોગડિયા રહ્યા હાજર. આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદનાં સંસ્થાપક પ્રવીણ તોગડિયાએ કહ્યું કે, “રામ મદિર બનશે કોર્ટ નિર્ણય કરે તો કોર્ટ ને ધન્યવાદ આપીને મદિર બનશે અને કોર્ટ ઉલટો નિર્ણય આપે તો પણ સાંસદ માં કાયદો બનાવીને પણ મંદિર બનાવીશું”.
બોટાદ શહેરના સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદની ત્રિશુલ દીક્ષાંત સમારોહ અને બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ત્રિશુલ દીક્ષાંત સમારોહ આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના સંસ્થાપક અને અધ્યક્ષ ડો.પ્રવીણ તોગડિયા હાજર રહ્યા હતા. તેમજ અન્ય સંતો અને મહંતો તેમજ આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ આગેવાનો હાજર રહ્યા હતા. જ્યાં દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરુઆત કરાઈ હતી. તેમજ આગેવાનો અને કાર્યકરો દ્વારા પ્રવીણ તોગડિયાને ફૂલહાર પહેરાવી અને તલવાર આપી સ્વાગત કર્યું હતું.
આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદમાં નવા જોડાયેલા કાર્યકરોને ત્રિશુલ આપી તેમને આવકારાયા હતા. તેમજ આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના આગેવાનો અને કાર્યકરો દ્વારા ભવ્ય બાઈક રેલીનું આયોજન કરાયું હતું. જેમાં કાર્યકરો ધજા પતાકા સાથે જોવા મળ્યા હતા. તો બીજી તરફ પ્રવીણ તોગડીયાએ કાર્યક્રમ અતર્ગત જણાવેલ કે એક કરોડથી વધારે કુટુંબો, ખેડૂત અને માલધારીઓના દૂધના આધાર ઉપર પોતાના આખું ઘર ચલાવે છે. દીકરા દીકરીને ભણાવીને પરણાવે છે. દેશની સરકાર વિદેશમાં દુધનો અનેક દેશોમાં વધારે પડેલો જથ્થો ભારતમાં લાવવાની અનુમતીની વાતચીત ચાલી રહી છે. જો આ થશે તો દેશના એક કરોડ દૂધ ઉત્પાદન કરનાર કુટુંબોના પેટ ઉપર પાટું મારવાનું કામ થશે. હું ભારત સરકાર પાસે માંગણી કરું છુ કે વિદેશથી કોઇપણ પ્રકારનું દૂધ કે દૂધનો પાવડર ભારતમાં લાવામાં ન આવે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY