રાણપુરમાં બળદેવભાઈ દવેની આઠમી પુણ્યતીથી નિમિત્તે વિનામુલ્યે મેગા કેમ્પ યોજાયો

0
201

બોટાદ કલેક્ટર,એસ.પી,જીલ્લા વિકાસ અધિકારી કેમ્પમાં હાજર રહ્યા

બોટાદ જીલ્લાના રાણપુરના એ.પી.એમ.સી.ના ચેરમેન અને ભાજપ અગ્રણી એવા સેવાભાવી નરેન્દ્રભાઈ દવેના પિતાશ્રી ની આઠમી પુણ્યતિથી નિમિત્તે નેત્રયજ્ઞ,દંતચિકીત્સા,ડાયાબીટીશ,એક્યુપ્રેશર નો ફ્રી સારવાર મેગા કેમ્પ યોજાયો હતો આ કેમ્પ રાણપુર ભાલનળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ ખાતે યોજાયો હતો ગણપતરામ વ્રજલાલ દવે(શર્માજી)ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રી કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતુ આ કેમ્પમાં બોટાદ જીલ્લાના કલેક્ટર સુજીતકુમાર,બોટાદ જીલ્લા ડી.એસ.પી.હર્ષદ મહેતા,બોટાદ જીલ્લા વિકાસ અધિકારી આશિષકુમાર,રાણપુર સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ મુકુંદભાઈ વઢવાણા,રાણપુર ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના ગોવિંદસિંહ ડાભી,રાણપુર વેપારી મંડળના ઉપ.પ્રમુખ સુલતાનભાઈ બાઘડીયા, મારૂતીનંદન બેન્કના ચેરમેન હરેશભાઈ જાંબુકીયા,રવિભાઈ અમદાવાદીયા સહીત અનેક આગેવાનો હાજર રહ્યા હતા આ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ આવ્યા હતા અને વિના મુલ્યે સારવાર નો લાભ લીધો હતો જેમાં ઓપરેશનની જરૂરીયાતવાળા આંખના દર્દીઓને રાજકોટ લઈજઈ વિનામુલ્યે શ્રી રણછોડદાસજી ચેરીટેબલ હોસ્પિટલમાં મોતીયાના ઓપરેશન ફેકો મશીન દ્વારા નેત્રમણી બેસાડી દેવામાં આવિ હતી જ્યારે દંતચિકીત્સા યજ્ઞમાં રાજકોટના દંતરોગ નિષ્ણાંત ડો જયસુખભાઈ મકવાણા એ જલંધર પધ્ધતિથી દાંત વિનામુલ્યે કાઢી આપવામાં આવ્યા હતા અને જરૂરીયાતવાળા દર્દીઓને દાંતના ચોગઠા મફત માં બનાવી આપવામાં આવ્યા હતા. ડો.શિરિષભાઈ ઓઝા એ ડાયાબીટીશ ના દર્દીઓને ફ્રી એક-અપ કરવામાં આવ્યુ હતુ.સુરેન્દ્રનગર ના ડો.નારાયણભાઈ રાવલ દ્વારા એક્યુપ્રેશરની ફ્રી સારવાર આપવામાં આવી હતી જ્યારે આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ દ્વારા આયુષમાન ભારત યોજના નાં કાર્ડનું વિતરણ કરવામાં આવ્યુ હતુ આ અંગે રાણપુર એ.પી.એમ.સી.ના ચેરમેન નરેન્દ્રભાઈ દવે સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે મારા પિતાશ્રી બળદેવભાઈ કે દવે ની આઠમી પુણ્યતિથી નિમિત્તે આ ફ્રી મેગા કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ રાણપુર પંથક ના દર્દીઓના દર્દ દુર કરવા માટે આ કેમ્ય નુ આયોજન કરવામાં આવ્યુ હતુ અમારા પરિવાર નો એકજ ધ્યેય છે કે માનવ સેવા એજ પ્રભુ સેવા દરેક લોકોની સેવા કરવી પરમ પુજ્ય રામશર્મા આચાર્ય શાંતિકુંજ હરીદ્વારની પ્રેરણાથી,ગાયત્રી પરિવાર રાણપુર,ભાલનળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ રાણપુર,ગણપતરામ વ્રજલાલ દવે(શર્માજી)ચેરીટેબલ ટ્રસ્ટ રાણપુર દ્વારા આ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ છે રાણપુર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોએ આ કેમ્પ નો લાભ લીધો હતો

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY