બીજિંગ,તા.૨૫
ચીન શુક્રવારે સિરિયલ ૨૦ બ્લાસ્ટથી થથરી ગયું છે. અત્યાર સુધી આ બ્લાસ્ટમાં એક વ્યક્તિના મોતની પુષ્ટિ થઇ છે. આ વિસ્ફોટ પૂર્વોત્તર ચીનના જિલિન પ્રાંતના ચાંગલુન સ્થિ વાંડા શોપિંગ પ્લાઝામાં થયો છે. એક અહેવાલ અનુસાર, આ બ્લાસ્ટ બપોરે ૩.૨૦ વાગે વાંડા શોપિંગ પ્લાઝાની ૩૦મા માળે થયા છે. આ બ્લાસ્ટ બાદ પોલીસે તાબડતોડ પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે.
વાતચીતમાં જાણવા મળ્યું કે, મેં વાંડા પ્લાઝા નજીક ૨૦ સિરિયલ બ્લાસ્ટના અવાજ સાંભળ્યા. આ વિસ્ફોટમાં મૃતકોની સંખ્યામાં વધારો થઇ શકે છે. આ વિસ્ફોટમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ ઘટનાનો વીડિયો ફૂટેજ પણ સામે આવ્યો છે, જેમાં વિસ્ફોટ બાદ ઘટના સ્થળેથી લોકોનો ભાગવાનો અને બૂમો પાડતા જાવામાં આવ્યા છે. તમને જણાવી દઇએ કે, વાંડા પ્લાઝા બહુમાળી બિલ્ડિંગ છે, જે જિલિન પ્રાંતની રાજધાની ચાંગચુનમાં સ્થિત છે.
આ વિસ્ફોટ બાદ ફાયર બ્રિગેટ અને રેસ્ક્યૂ ટીમનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. સુરક્ષા જવાનોએ લોકોને વાંડા પ્લાઝા નજીક નહીં જવા જણાવ્યું છે. વીડિયો ફૂટેજમાં વિસ્ફોટનો અવાજ પણ સાંભળી શકાય છે અને પ્લાઝામાંથી આગની જ્વાળાઓ પણ સ્પષ્ટ જાઇ શકાય છે.
તેના પહેલા ગત વર્ષ જુલાઇમાં ચીનની રાજધાની બીઝિંગ સ્થિત ભારતીય દૂતાવાસની બહાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટવાળી જગ્યાએ અમેરિકી દૂતાવાસ પણ છે. જો કે, આ વિસ્ફોટમાં ભારતીય દૂતાવાસને કોઇ નુકસાન પહોંચ્યું નથી. ભારતીય દૂતાવાસની બહાર થયેલા વિસ્ફોટ બાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે વિસ્તારને ઘેરી લીધો છે. ત્યારબાદ દૂતાવાસ વિસ્ફોટની ઘટનામાં પોલીસે એક ૨૬ વર્ષીય એક ચીની વ્યક્તિની ધરપકડ કરી છે અને તેની પુછપરછ ચાલી રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




