વાશિંગ્ટન,
લાખો ભારતીયો માટે અમેરિકાનુ ગ્રીનકાર્ડ એવુ સ્વપ્ન છે જેને હાંસલ કરવા માટે તેઓ કશું પણ કરવા તૈયાર છે.
જાકે અમેરિકાની રિસર્ચ સંસ્થા કેટો ઈન્સ્ટિટ્યુટે જે તારણ કાઢ્યુ છે તે ગ્રીનકાર્ડની આશા રાખી રહેલા ભારતીયોને નિરાશન કરનારુ છે.સંસ્થાના અનુમાન પ્રમાણે ઉચ્ચ ડિગ્રી ધરાવતા ભારતીયોએ અમેરિકાના ગ્રીન કાર્ડ માટે ૧૫૧ વર્ષ માટે રાહ જાવી પડે તેમ છે.મતલબ કે આ જીવનમાં તો કોઈ ભારતીયનુ ગ્રીનકાર્ડ મેળવવાનુ સ્વપ્ન પુરુ થાય તેમ નથી.
સંસ્થાના કહેવા પ્રમાણે ૨૦ એપ્રિલ, ૨૦૧૮ સુધી ૬.૩૨ લાખ ભારતીયો અને તેમના જીવનસાથી તથા માઈનોર બાળકો ગ્રીન કાર્ડની લાઈનમાં હતા.ગ્રીન કાર્ડથી અમેરિકાની સ્થાયી નાગરિકતા મળથી હોય છે.
ઈન્સ્ટિટ્યુટના રિપોર્ટ પ્રમાણે અલગ અલગ કેટેગીમાં ગ્રીન કાર્ડ માટે અરજી કરનારા માટેનુ વેઈટિંગ લિસ્ટ પણ અલગ અલગ હોય છે.જેમાં સૌથી ઓછી રાહ ઈબી-૧ કેટેગરીમાં અરજી કરનારાઓને જાવી પડે તેમ છે.જ્યારે સૌથી વધારે રાહ ઈબી-૨ કેટેગરીમાં અરજી કરનારા લોકોને જાવી પડે તેમ છે.આ કેટેગરીમાં વિઝા આપવાની જે ઝડપ છે તે જાતા ગ્રીન કાર્ડ માટે ૧૫૧ વર્ષ રાહ જાવી પડશે.સીવાય કે આ કેટેગરીમાં વિઝા આપવાના કાયદામાં કોઈ ફેરફાર કરવામાં આવે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






