રૂપિયો ફરી ૬૮ને પાર: પેટ્રોલ સહિત અનેક ચીજાના ભાવ ભડકે બળશે

0
21

ન્યુ દિલ્હી,
રૃપિયાના અવમૂલ્યનમાં સતત વધારો જ થતો જાય છે અને આજે રૃપિયા ફરીથી ડોલરના પ્રમાણમાં ૬૮ની સપાટી પાર કરી ગયો હતો. એમાં આજે ૪૦ પૈસાનો ઘટાડો જાવા મળ્યો હતો.
હાલમાં રૃપિયો ડોલરની સામે ૬૮.૦૨ની સપાટીએ પહોંચ્યો છે. ડોલરમાં તેજી આવવાનું મુખ્ય કારણ અમેરિકાએ કરેલો વ્યાજ દરોમાં વધારો મનાય છે. ઉલ્લેખનીય છે કે બુધવારે અમેરિકાની સેન્ટ્રલ બેંકે વ્યાજ દરમાં વધારો કર્યો હતો. ફેડરલ રિઝર્વ વ્યાજ દર ૨૫ બેઝિક પોઇંટ વધ્યો હતો.
આના કારણે ડોલર મજબૂક બન્યો હોય એવું મનાય છે. ડોલર ઇન્ડેક્ષ વધી ૯૫.૧૦ સ્તરે પહોંચ્યો હતો. છેલ્લા સાત મહિનાના ઉપલો સ્તર હતો. ડોલરમાં આવતી મજબૂતીના કારણે રૃપિયો નબળો પડતો જાય છે અને રૃપિયાના મૂલ્યમાં ઘટાડો થતો જાય છે.
રૃપિયો નબળો પડતાં તેલ કંપનીઓને પેટ્રોલની આયાતમાં વધુ રૃપિયા ખર્ચવા પડે છે, પરિણામે દેશમાં ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની પુરેપુરી શક્યતા છે.
ઉપરાંત વિદેશથી કરાતી મોબાઇલ ફોન, ઇલેકટ્રોનિક સાધનોની આયાત પણ મોંઘી થશે, ઉપરાંત અન્ય કેટલાક ઘરેલું સાધનો અને સામાન પણ મોંઘા બનશે. રૃપિયો તુટતાં એ લોકોને ફાયદો થશે જેઓ વિદેશથી પૈસા મંગાવે છે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY