અમેરિકાએ BRIનો મુકાબલો કરવા શરુ કરેલા અભિયાનમાં ભારત નહિ જોડાય

0
14

અમેરિકાએ જાપાન-ઓસી સાથે મળી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને ફંડ આપવાની યોજના બનાવી
ન્યુ દિલ્હી,તા.૧૪
ચીનના ભારત-પ્રશાંત ક્ષેત્રમાં બેલ્ટ એંડ રોડ ઈનિશિએટિવ (BRI)નો મુકાબલો કરવા માટે અમેરિકાની આગેવાનીમાં શરૂ કરવામાં આવેલા એક અભિયાનમાં શામેલ થવાનો ભારતે ઈનકાર કરી દીધો છે. અમેરિકાએ જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથે મળીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને ફંડ આપવાની યોજના બનાવી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમેરિકાની આગેવાની હેઠળની આ ત્રિપક્ષીય પહેલમાં શામેલ ના થવાવો નિર્ણય આ ક્ષેત્રમાં ધ્રુવીકરણથી બચવા માટે કરવામાં આવ્યો છે. જો કે, બીઆરઆઈને લઈને ભારતના વાંધા યથાવત જ છે, પરંતુ સાથે જ તે ભારત-પ્રશાંત ક્ષેત્રમાં સ્થિરતા પણ ઈચ્છે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિંગાપુરમાં ૧લી જૂને શાંગરી લા શિખર સમ્મેલનમાં સ્પષ્ટ કર્યું હતું કે, ભારતે ક્યારેય આ ક્ષેત્રને ‘એક રણનીતિ કે કેટલાક દેશોના સમૂહ’ તરીખે નથી જોયો.
અમેરિકાની આગેવાણી હેઠળની ત્રિપક્ષીય પાર્ટનરશીપનો હેતુ ભારત-પ્રશાંત ક્ષેત્રમાં રહેલા દેશોને ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડેવલોપમેંટ, કનેક્ટીવીટી વધારવા અને ઈકોનોમિક ગ્રોથને પ્રોત્સાહન આપતા પ્રોજેક્ટ માટે ફંડ આપવાનું છે. અમેરિકાએ આ ક્ષેત્રમાં ડિજિટલ ઈકોનોમી, એનર્જી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેંટ પ્રોજેક્ટ માટે ૧૧.૩ કરોડ ડોલરનો દાવો કરવામાં આવ્યો છે. આ ક્ષેત્રની સુરક્ષા યોજનાઓ માટે પણ ફંડ પુરૂ પાડશે.
ગત વર્ષે નવેંબરમાં ફરી શરૂ કરવામાં આવેલા ક્વાડ્રિલેટરલ કે ‘ક્વાડ’ ગ્રુપનો ભારત હિસ્સો છે. જેમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન પણ શામેલ છે. જોકે, તેની સાથે જ મોદી સરકાર ચીન સાથે સંબંધ વધારવાનો પ્રયાસ કરી રહી છે. ભારત અને ચીન વચ્ચે તાજેતરમાં જ સમયમાં હાઈ લેવલની મીટિંગ થઈ હતી. તેની શરૂઆત ચીનના વુહાનમાં ૨૭-૨૮ એપ્રિલે મોદીની ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે ઔપચારીક બેઠક થઈ હતી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY