લડાખમાં ચીનના સૈનિકોની ઘુસણખોરી બાદ તંગદીલી

0
14

નવી દિલ્હી,તા. ૧૪
ગયા વર્ષે સિક્કિમ સેક્ટરના ડોકલામમાં બે મહિના સુધી ભારત અને ચીન વચ્ચે મડાગાંઠની સ્થિતિ રહ્યા બાદ હવે ફરી એકવાર ચીની સૈનિકો દુસાહસ કરી રહ્યા છે. બેજિંગે પોતાની ગતિવિધિ જારી રાખી છે. ૪૦૫૭ કિલોમીટર લાંબી અંકુશરેખા પર ચીન તરફથી વારંવાર ઘુસણખોરીના પ્રયાસો જારી રાખવામાં આવ્યા છે. અતિક્રમણના આ પ્રયાસો વચ્ચે તંગદિલી અકબંધ રહી છે. આના ભાગરુપે જ ગયા મહિનાના પૂર્વીય લડાકના ડેમચોક સેક્ટરમાં ચીની સૈનિકોએ અતિક્રમણ કરીને ભારતીય ક્ષેત્રમાં ઘુસણખોરી કરી હતી. આ લોકો ૩૦૦થી ૪૦૦મીટર સુધી અંદર ઘુસી ગયા હતા અને ટેન્ટ લગાવી દીધા હતા. સુરક્ષા સુત્રોએ હાલમાં કહ્યુ હતુ કે બંને દેશોની સેનાના અધિકારીઓ વચ્ચે બેઠક થયા બાદ ચીની સૈનિકોએ તેમના ટેન્ટ દુર કરી લીધા હતા. ચેરડોંગ-નેરલોગ નલ્લા વિસ્તારમાં તેમના ટેન્ટ દુર કરી દેવામાં આવ્યા છે. પરંતુ બાકીના બે ટેન્ટ હજુ યથાવત રાખવામાં આવ્યા છે. સેનાનો સંપર્ક કરવામાં આવ્યા બાદ સેનાએ કોઇ માહિતી આપવાનો ઇન્કાર કર્યો હતો. અત્રે નોંધનીય છે કે એક વર્ષ અગાઉ ડોકલામમાં પણ આવી સ્થિતી સર્જાઇ હતી. મહિનાઓ સુધી ભારત અને ચીની સૈનિકો આમને સામને રહ્યા હતા. આ સમગ્ર મામલે ભારત અને ચીની સૈનિકો સામ સામે રહ્યા છે. ચીનની પીપલ્સ લિબ્રેશન આર્મીના જવાનોએ જુલાઈના પ્રથમ સપ્તાહમાં ઘુસણખોરી કરી હતી. આ લોકોએ વેશભૂષા બદલીને ઘુસણખોરી કરી હતી. ભારતીય જવાનોની વારંવારની રજૂઆત છતાં પરત ફર્યા ન હતા. એલઓસી પર ખેંચતાણને રોકવા માટે આવી સ્થિતિમાં બેનર ડ્રીલની જાગવાઈ રહેલી છે જેના ભાગરુપે બંને પક્ષા પોતપોતાના ક્ષેત્રમાં પરત ફરે છે. બેનરડ્રીલ બાદ ચીની સૈનિકો પોતાના વિસ્તારમાં પરત ફર્યા ન હતા. ભારતે જ્યારે બ્રિગેડિયર સ્તરની વાતચીત કરી ત્યારે ત્રણ ટેન્ટ હટાવી દેવામાં આવ્યા હતા. ડેમચોક એલઓસી પર એવા વિસ્તાર પૈકી એક છે જ્યાં અગાઉ પણ વિવાદ રહ્યા છે. આને ખુબ જ સંવેદનશીલ વિસ્તાર તરીકે ગણવામાં આવે છે. વણઉકેલાયેલી સરહદને લઇને જુદી જુદી ભાવનાઓના લીધે આ સેક્ટરમાં વારંવાર અથડામણ થતી રહે છે. આ વર્ષે હજુ સુધી ચીન દ્વારા ૧૭૦ વખત ઘુસણખોરી કરવામાં આવી છે.

(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY