પીએમ મોદી એક દિવસના ગુજરાત પ્રવાસે ભાજપ નેતાઓ સાથે ડિનર કરશે

0
152

૨૩ આૅગસ્ટે સવારે સુરત એરપોર્ટ પહોંચી વલસાડ જવા રવાના થશે
ગાંધીનગર,તા.૧૪
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક વાર ફરી ગુજરાતના પ્રવાસે આવનાર છે. અગાઉ મોદીએ ગુજરાતના પડેલા ભારે વરસાદના કારણે પોતાના પ્રવાસ રદ કર્યો હતો. ત્યારે હવે આગામી ૨૩ ઓગસ્ટે પીએમ મોદી ગુજરાત આવશે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસ અંગે અગાઉથી સોગઠા ગોઠવાશે.
૨૩ ઓગસ્ટે પીએમ મોદી સવારે ૯.૩૦ કલાકે સુરત એરપોર્ટ પર પહોંચશે, ત્યારબાદ સુરતથી હેલિકોપ્ટર દ્વારા વલસાડ જવા રવાના થશે. ત્યાં ૧૨ વાગ્યા સુધી વલસાડમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. પીએમ મોદી વલસાડમાં કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જૂનાગઢ જવા થશે રવાના થશે. બપોરે ૨ કલાકે જૂનાગઢમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. જૂનાગઢમાં વિવિધ કાર્યક્રમ પતાવી ગાંધીનગર જવા રવાના થશે. ત્યારબાદ બપોરે ૩ કલાકે ગાંધીનગરમાં FSLના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. FSLનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ PM મોદી સાથે ભાજપના નેતાઓ એક બેઠક કરશે, અને ત્યારબાદ રાત્રિ ભોજન બાદ ૮.૩૦ વાગે દિલ્હી જવા રવાના થશે.
૨૩ ઓગસ્ટના કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ ભાજપના નેતાઓ સાથે ચર્ચા વિચારણા કરવા ડિનર ડિપ્લોમસી યોજાશે. તે વખતે લોકસભા અને વર્તમાન રાજકીય પરિસ્થિતી બાબતે પરામર્શ કરવામાં આવશે. વડાપ્રધાન મોદી ભાજપના નેતાઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે. આગામી સમયમાં ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકો પર કબજો જમાવવા પીએમ મોદીની આગેવાનીમાં તખ્તો ઘડાઈ શકે છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY