એમ.એસ.યુનિ.ની કેન્ટીનના ભોજનમાંથી ઈયળ નીકળતાં હોબાળો મચ્યો

0
35


વડોદરા,તા.૧૬
વડોદરા શહેરની એમ.એસ.યુનિવર્સિટીના એસ.ડી.હોલની કેન્ટીનમાં ભોજનમાંથી ઇયળ નીકળતા વિદ્યાર્થિનીઓએ હોબાળો મચાવી દીધો હતો. આ પોસ્ટ ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીએ સોશિયલ મીડિયામાં મુકી દીધી હતી. ત્યારબાદ વડોદરા કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમે કેન્ટીનમાં ચેકિંગ હાથ ધર્યું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા શહેરની એમ.એસ.યુનિવર્સિટીના એસ.ડી.હોલની કેન્ટીનમાં ગઇકાલે બુધવારે ભોજનમાંથી ઇયળ નીકળી હતી. જેને કારણે ગર્લ્સ સ્ટુડન્ટ્‌સે કેન્ટીનમાં હોબાળો મચાવી દીધો હતો. એક સમયે કેન્ટીનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ એકત્ર થઇ ગઇ હતી. આ સમયે એક વિદ્યાર્થિનીએ ભોજનમાં નીકળેલી ઇયળનો ફોટો શોશ્યલ મીડિયામાં મુકી દીધો હતો. જોતજોતામાં જ આ તસવીરો વાયરલ થઇ ગઇ હતી.
ભોજનમાંથી ઇયળ નીકળવાની ફરિયાદને પગલે આજે વડોદરા કોર્પોરેશના આરોગ્ય વિભાગે કેન્ટીનમાં ચેકિંગ હાથ ધર્યું હતું.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY