સુરત,તા.૬
ભેંસોની બ્રિજ ઉપર લટારના મામલે ઢોર માલિકોને રૂ.૩૩ હજારનો દંડ કેટલાય સમયથી સુરતનો કેબલ સ્ટેઇડ બ્રિજની ચર્ચા કોઇને કોઇ મુદ્દે થઇ રહી છે.
કેટલાય સમયથી સુરતનો કેબલ સ્ટેઇડ બ્રિજની ચર્ચા કોઇને કોઇ મુદ્દે થઇ રહી છે. પહેલા તેના ઉદ્ધાટનની ચર્ચા હતી પછી તેનું ઉદ્ધાટન કોણ કરશે તેની ચર્ચા હતી અને હવે કરોડોના બ્રિજ ઉપર વાહનોની વચ્ચે ભેંસોના ટોળાની લટારથી ચર્ચા છે. થોડા દિવસો પહેલા સુરતના આ બ્રિજ પર ભેંસોનું એક ટોળુ લટાર મારતું હોય તેવો વીડિયો વાયરલ બન્યો હતો. જેમાં મ.ન.પાએ ઢોર માલિકોને રૂ ૩૩ હજારનો દંડ ફટકાર્યો છે.
૧૪૩ કરોડના ખર્ચે બનેલા આ બ્રિજ પર પાંચ ભેંસો ફરી રહી હતી. જે પછી આ વાત લોકોમાં ચર્ચાનું કારણ બની હતી. ભેંસના માલિકોએ પણ ભેંસને આ ઘટના પછી ખાનગી પ્લોટમાં સંતાડી દીધી હતી. જાકે મ.ન.પાએ તેમની ખાનગી પ્લોટનો ગેટ તોડીને કબ્જે કરી લીધી છે અને તેમના માલિકો પર રૂ. ૩૩ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




