વેરો ભરપાઇ ન કરનાર ૯ મિલકતોને સીલ કરાઈ, ૮ના નળ કનેક્શનો કાપ્યા

0
9

સુરત,તા.૯
ચાલું નાણાકીય વર્ષ સમાપ્તીના આરે હવે માંડ ત્રણ અઠવાડિયા જ બાકી છે ત્યારે, કતારગામ ઝોનના આકારણી અને રીકવરી વિભાગ દ્વારા બાકી વેરા વસુલાત માટે આક્રમકતા દર્શાવાઇ હતી. પાલિકા દ્વારા વેરો ભરપાઇ ન કરનાર ૯ મિલકતોને સીલ મારી દેવાયા હતાં જ્યારે અન્ય ૮ મિલકતોના નળ કનેક્શનો કાપી, વેરો ભરપાઇ કરવા નોટિસ અપાઇ હતી. આ કામગીરીથી ફફડી ઉઠેલાં કેટલાક મિલકતદારોએ સ્થળ ઉપર જ પાલિકા તિજારીમાં ૯૩ હજાર રૂપિયા જમા કરાવ્યાં હતાં.
આસી. રીકવરી ઓફિસર પ્રકાશ નાયકે જણાવ્યું હતું કે, રીકવરી ઝુંબેશ અંતર્ગત બાકી વેરો ભરપાઇ ન કરનાર મિલકતદારોને નોટિસ અને મૌખિક જાણ કરી સહકાર આપવા અપીલ કરાઇ હતી. છતાં બાકી વેરો ભરપાઇ નહીં કરનાર મિલકતદારો સામે કડક કાર્યવાહીની ફરજ પડી હતી. રીકવરી ઝુંબેશમાં કતારગામ ઝોનનાં વેડરોડ નજીકના ભાર્ગવ હાઉસ, તાપી દર્શન સોસાયટી, લક્ષ્મી દર્શન કોમ્પલેક્સ માદવદર્શન સોસાયટી તેમજ કોસાડના રિલાયન્સનગર, રઘુવીર સોસાયટી, લલિતા ચોકડીની કંતારેશ્વર સોસાયટી અને છાપરાભાઠાની માલધારી સોસાયટીમાં કડકાઇપૂર્વક બાકી વેરા વસુલાત કરાઇ હતી. આ દરમ્યાન ૯ મિલકતધારકોએ વેરો ચુકતે કરવા કોઇ તૈયારી ન દર્શાવતા ૯ મિલકતોને સીલ મરાયું હતું જ્યારે ૮ મિલકતોના નળ કનેક્શન કાપી વેરો ભરપાઇ કરવા નોટિસ અપાઇ હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY