ન્યુ દિલ્હી,તા.૪
૩૦મી જૂનની રાત્રે દિલ્હીના બુરાડીમાં એક પરિવારના તમામ ૧૧ લોકોએ રહસ્યમય રીતે આત્મહત્યા કરી લીધી હતી. આ આત્મહત્યા કાંડનો કોયડો હજુ સુધી ઉકેલાયો નથી કે સોશિયલ મીડિયા પર એક હેરાન કરનાર દાવો વાયરલ થઇ રહ્યો છે. અમે આપને આ દાવાની સચ્ચાઇ અંગે જણાવી રહ્યાં છીએ.
સોશિયલ સાઇટ પર જે દાવો કરાઇ રહ્યો છે તે કંઇક એવો છે કે બુરાડી પરિવારના તમામ ૧૧ લોકોનો પુનર્જન્મ થઇ ગયો છે. સુરતમાં એક પારસી મહિલાએ બાળકોને જન્મ આપ્યો છે. દાવો કરાઇ રહ્યો છે કે આ તમામ બુરાડીના લોકો જ છે, જેનો પુનર્જન્મ થયો છે.
કેટલાંક રિપોર્ટના મતે બુરાડીમાં રહેનાર લલિત ભાટિયાના પરિવારના ૧૧ લોકોએ પ્લાન કરીને આત્મહત્યા કરી હતી. ઘરના રજીસ્ટરમાં લખેલું મળ્યું હતું કે ઘરના તમામ લોકો ફાંસીએ લટકશે, તેમના હાથ બાંધેલા હશે. તેમાંથી કોઇનું મોત થશે નહીં પરંતુ નવી જિંદગી મળશે. ૧૦ લોકોના મૃતદેહ ઘરમાં રોડથી લાગેલા ફાંસીના ફંદા પર લટકતા મળ્યા, જ્યારે લલિત ભાટિયાની માતાનો મૃતદેહ રૃમમાં પલંગ પર પડયો હતો. તો પ્રશ્ન ઉઠે છે કે હવે સોશિયલ મીડિયા પર પુનર્જન્મનો દાવો કેવી રીતે વાયરલ થઇ રહ્યો છે. કેટલાંય લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે કે શું બુરાડીના લલિત ભાટિયાના પરિવારને નવી જિંદગી મળી ગઇ?
આ મેસેજ અને તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. પરંતુ સચ્ચાઇ કંઇક અલગ જ છે. આ વીડિયો હિન્દુત્વ નમો નમઃ નામથી બનેલા ફેસબુક પ્રોફાઇલ પરથી ૨૦ જુલાઇના રોજ પોસ્ટ થયેલો દેખાય છે, તેમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે ટેસ્ટ ટયુબ બેબી સેન્ટર સુરત લખેલું છે. ૨૧સ્ટ સેન્ચુરી હોસ્પિટલનું નામ પણ દેખાઇ રહ્યું છે. આ હોસ્પિટલના ડોકટર્સે પોતાનો વીડિયો, તસવીર અને દાવા પર હેરાની વ્યક્ત કરાઇ છે. નાડકર્ણી ગ્રૂપ ઓફ હોસ્પિટલના ડાયરેકટર ડોકટર પૂર્ણિમા નાડકર્ણીથી અમારી સાથે વાતચીત કરી. પૂર્ણિમા નાડકર્ણી ટેસ્ટ ટયુબ બેબી સેન્ટર પણ ચલાવે છે. ત્યારે એક ચોંકાવનારી માહિતી સામે આવી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


