સુરતમાં ટ્રાફિક-પ્રદૂષણ ઓછુ કરવા પબ્લિક સાયકલ શેરિંગ સિસ્ટમ શરુ કરાઈ

0
75

સુરત,તા.૪
શહેરમાં ટ્રાફિક સમસ્યા અને પ્રદુષણને કારણે લોકોના સ્વાસ્થ્ય સામે ખતરો છે. ત્યારે આ દિશામાં પાલિકા આગળ કદમ વધારી રહી છે. ખાસ કરીને શહેરના ગીચ વિસ્તાર કહેવાતા વોલ સીટી અને ડુમસ રોડના ગૌરવ પથ ઓર પબ્લિક સાઈકલ શેરિંગ સિસ્ટમ સાકાર થવાના કામ પર સ્થાયી સમિતિએ મંજૂરી આપી છે.
આ વિસ્તારમાં કુલ ૪૦ સ્પોટ નક્કી કરવામાં આવ્યા છે. ત્યાર બાદ જા જરૂર જણાશે તો વધુ ૨૫ સ્પોટ વધારવામાં આવશે. જેથી કુલ ૬૫ સ્પોટ પરથી સાઇકલ મેળવી શકાશે. પબ્લિક બાઇસીકલ શેરિંગ પ્રોજેકટમાં શહેરીજનો ટૂંકી ટ્રીપ માટે બાઇસીકલનો ઉપયોગ કરી શકશે.
આ સિસ્ટમમાં મુસાફરો માટે ટૂંકા પગપાળાના અંતરે સ્ટેશન પણ રાખવામાં આવ્યા હશે. જ્યાંથી લોકો બાઇસીકલ પિક અપ કરશે અને ડ્રોપ પણ કરી શકશે. જેથી લોકોને નજીકમાં અવરજવર કરવા માટે રીક્ષા લેવી ન પડે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY