‘ભાજપ-મુક્ત ભારત’ના નિર્માણ માટે કાંગ્રેસના કાર્યકરોને ચિદમ્બરમનો અનુરોધ

0
12

બેંગ્લુરુ,તા.૨૯
કાંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે પોતાના પક્ષના કાર્યકરોને ‘ભાજપ-મુક્ત ભારત’ના નિર્માણ માટે કાર્ય કરવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે દેશમાં રાજકીય વાતાવરણ બદલાયું છે. એક સમયે દેશમાં કાંગ્રેસનો કોઇ પડકાર નહોતો, પરંતુ આજે અનેક હરીફ પક્ષ છે. ચૂંટણી જીતવા પાયાના સ્તરે કામ કરવાની જરૂર છે.
ચિદમ્બરમે જણાવ્યું હતું કે એક જમાનામાં કાંગ્રેસે માત્ર જવાહરલાલ નહેરુ કે ઇંદિરા ગાંધીનું નામ આપવાનું રહેતું અને તેઓનું નામ સાંભળીને લાખો મતદારો કાંગ્રેસને મત આપવા પહોંચી જતા, પરંતુ હવે પરિસ્થિતી બદલાઇ છે. દેશમાં હાલમાં અનેક પ્રાદેશિક પક્ષ છે અને તેથી સ્પર્ધા ઘણી વધી ગઇ છે. તેમણે અહીં ‘શક્તિ’ પ્રાજેક્ટ શરૂ કરાવતી વખતે પક્ષના કાર્યકરોને સંબોધ્યા હતા.
કેન્દ્રના ભૂતપૂર્વ નાણાપ્રધાને જણાવ્યું હતું કે દેશમાં હાલમાં રાષ્ટ્રીય સ્તરે માત્ર બે પક્ષ છે. એક, કાંગ્રેસ અને બીજા ભાજપ. ભારતીય જનતા પક્ષ જનતાને મૂર્ખ બનાવી રહ્યો છે. જો ભારત મુક્ત થશે તો તે કાંગ્રેસથી નહિ, પરંતુ ભાજપથી થશે. તેમણે જણાવ્યું હતું કે આપણે ગુજરાતમાં સત્તા પર આવી ન શક્યા એનો અર્થ એવો નથી કે ગુજરાતમાં આપણા પક્ષનું જોર ઓછું છે.
ચિદમ્બરમે દાવો કર્યો હતો કે કર્ણાટકમાં ભાજપની સરખામણીમાં કાંગ્રેસનું જોર વધુ છે. કાંગ્રેસને રાજ્યમાં ૩૮ ટકા મત મળ્યા હતા, જ્યારે ભાજપને ૩૬ ટકા મત મળ્યા હતા. આપણને ભાજપની સરખામણીમાં બે ટકા વધુ મત મળ્યા હતા.
તેમણે પક્ષને મજબૂત કરવા માટે કાર્યકરોનો ‘શક્તિ’ પ્રાજેક્ટ શરૂ કરાવ્યો હતો. આ યોજનામાં કાંગ્રેસને શહેર અને ગ્રામીણ સ્તરે વધુ શક્તિશાળી બનાવવા પગલાં ભરાશે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY