એમએસપી રાહતથી મોંઘવારી વધશે.

0
68

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર દ્વારા આખરે ઉંચા એમએસપીની જાહેરાત કરવામાં આવી ચુકી છે. આની અસર શુ થશે તેને લઇને દેશના કૃષિ પંડિતો અને અર્થશા†ીઓમાં એક પ્રકારની નવી ચર્ચા છેડાઇ ગઇ છે. આની સીધી અસર થનાર છે. અર્થશા†ીઓ નક્કર પણે માને છે કે ખેડુત સમુદાય માટે જાહેર કરવામાં આવેલી રાહતોથી ચોક્કસપણે દેશના કૃષિ સમુદાય સાથે જાડાયેલા ખેડુતોની કૃષિ આવક વધશે. જા કે આની પ્રતિકુળ અસર પણ થનાર છે. જેના ભાગરૂપે ફુગાવામાં વધારો થઇ શકે છે. સાથે સાથે ફિસ્કલ ડેફિસિટનો આંકડો જારદાર રીતે વધી શકે છે. આના કારણે સીપીઆઇ ફુગાવામાં વધારો થઇ શકે છે. આશરે એક ટકાનો વધારે તેમાં થઇ શકે છે. પાક કિંમતોમાં વધારો થશે. ફિસ્કરલ ખર્ચ પર પણ તેની અસર રહેનાર છે. પીડીએસ અને માર્કેટ સેલ મારફતે વિતરણ પર તમામ બાબતો આધારિત રહેશે. જાણકાર નિષ્ણાંતો અને ઇÂન્ડયા રેટિંગના મુખ્ય અર્થશા†ી માને છે કે ખરીફ એમએસપીમાં ઉલ્લેખવનીય વધારો કરવામાં આવ્યા બાદ રિટેલ ફુગાવામાં ૭૦ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવી શકે છે. નાણાંકીય ગણતરીને પણ સરકારને ફરી કરવાની ફરજ પડી શકે છે. નિષ્ણાંતો કહે છે કે તાત્કાલિક ધોરણે તેની અસર અંગે વાત કરવી સરળ નથી. જા કે પ્રતિકુળ અસર તો થનાર છે. વર્ષ ૨૦૧૮-૧૯ માટે બજેટમાં આ અંગેની જાહેરાત કરવામાં આવ્યા બાદથી કેટલાક નિષ્ણાંતોમાં આની ચર્ચા રહી હતી. ચૂંટણીને ધ્યાનમાં લઇને આ નિર્ણય ચોક્કસપણે કરવામાં આવ્યો છે. જા કે તેની સામે સરકારની સામે કેટલાક નવા પડકારો વધી જશે. સાથે સાથે સરકારી તિજારી પર બોજ પણ આવશે. અર્થશા†ીઓના કહેવા મુજબ ફુગાવો સતત વધશે. રિઝર્વે બેંક ઓફ ઇÂન્ડયા વધતા જતા ફુગાવાનો સામનો કરવા માટે વ્યાજદરમાં વધારો કરી શકે છે. સુધારા ચોક્કસપણે દેખાય છે. ફુગાવાનો અંદાજ પણ કેટલાક નિષ્ણાંતો સુધારીને પાંચ ટકાના બદલે ૫.૩ ટકા કરી રહ્યા છે. ખરીફ એસએસપીમાં વધારો કરવામાં આવ્યા બાદ હોલસેલ ફુગાવો ૩૮ બેઝિક પોઇન્ટ અને રિટેલ ફુગાવો ૭૦ બેઝિક પોઇન્ટ સુધી વધી શકે છે. યશ બેંકના નિષ્ણાંત લોકો કહે છે કે ખરીફ પાક માટે એસએસપીમાં વધારાના કારણે વર્ષ ૨૦૧૯માં હેડલાઇન ફુગાવામાં ૩૫ બેઝિક પોઇન્ટનો ઉમેરો કરી દેશે. સીપીઆઇ ફુગાવો પણ વધી શકે છે. કન્જ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ આધારિત ફુગાવામાં માઠી અસર થશે. સામાન્ય લોકો પહેલાથી જ મોંઘવારીનો સામનો કરી રહ્યા છે ત્યારે ખાદ્યાન ચીજવસ્તુઓની કિંમતમાં વધારો થઇ શકે છે. મોદી સરકાર વર્ષ ૨૦૨૨ સુધી ખેડુતની આવક બે ગણી કરવાની યોજના ધરાવે છે. સરકારી તિજારી પર હાલમાં આ વધારાથી જંગી બોજ આવનાર છે. આ આંકડો હાલમાં ૧૫૦૦૦ કરોડ આંકવામાં આવ્યો છે. ૧૦ વર્ષ બાદ ખરીફ પાકમાં આટલો મોટો જંગી વધારો કરવામાં આવ્યો છે. આ પહેલા ૨૦૦૮-૦૯માં યુપીએ સરકારે ૧૫૫ રૂપિયાસુધીનો વધારો કર્યો હતો. ૧૪ ખરીફ પાકના એમએસપી સરકારે એસ્વીકારી લીધા છે. ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી પહેલા ખેડૂતોની નારાજગી અને તેમની તકલીફોને દૂર કરવાના હેતુસર આ નિર્ણય કરવામાં આવ્યો છે. તેની બેઠકમાં આર્થિક બાબતો અંગેની કેબિનેટ કમિટિએ ૧૪ ખરીફ પાક માટે એમએસપીને લીલીઝંડી આપી હતી. ખેડુતો છેલ્લા કેટલાક સમયથી નારાજ ચાલી રહ્યા હતા. તેમની નારાજગી સતત વધી રહી હતી. કેટલીક જગ્યાએ આંદોલન પણ કરવામાં આવી રહ્યા હતા. ભાજપ હવે મોટુ ચૂંટણી વચન પાળીને મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. પ્રચાર દરમિયાન મોદી આ મુદ્દો જારદાર રીતે ઉઠાવીને કૃષિ સાથે જાડાયેલા લોકોને તેમની તરફેણમાં કરવાના પ્રયાસ કરી શકે છે. કેન્દ્ર સરકારે દાવો કર્યો છે કે છેલ્લી ચૂંટણી દરમિયાન આપવામાં આવેલા વચનો ઝડપથી સરકાર પૂર્ણ કરી રહી છે. પહેલા પણ કેટલાક વચન પાળવામાં આવી ચુકયા છે. મોદી લોકસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત પહેલા સરકારની સિદ્ધીઓની યાદી તૈયાર કરી લેવા માટે તૈયાર છે. વચનોની દિશામાં પણ સરકાર આંકડા ભેગી કરવામાં લાગેલી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY