ભાડભુત ગામના સરપંચ અને તેમના પરિવાર પર હુમલો કરાયો.

0
2511

ભરૂચ જિલ્લાના ભાડભૂત ગામ ખાતે મહિલા સરપંચ અને તેમના પરિવાર પર ગામના રહીશ દ્રારા મચ્છી ની વખારો હટાવી લેવાના કારણે હુમલો કરાયો હતો સમગ્ર મારા મારીની ઘટના સરપંચના ઘરના સીસીટીવી કેમરાઓમાં કેદ થઈ હતી.

બનાવ અંગે મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના ભાડભૂત ગામ ખાતે મહિલા સરપંચ સરોજ પ્રવીણ ટંડેલ અને ગ્રામ પંચાયત ના સભ્યો દ્રારા આ વર્ષે ભારેશ્વર મહાદેવના મંદિરનો મહિમા અને ગામ વિકાસના અર્થે રસ્તા પરથી મચ્છીની વખારો દૂર કરાતાં ગામના ચીમન ગોવિંદ ટંડેલ દ્રારા કેમ વખારો બંધ કરાવી હોવાના આક્ષેપ સાથે આજ રોજ બપોર ના સમયે સરપંચ સરોજ પ્રવીણ ટંડેલના ઘરે કાલિદાસ બચુ માછી કે જે અરૂણા ચીમન ટંડેલ નો ભાઈ થતો હોઈ તણે લાકડાના સપાટા સાથે ગાળો બોલી સાથે દીક્ષિત ચીમન ટંડેલ,આલોક ચીમન ટંડેલ, ચીમન ગોવિંદ ટંડેલ,તથા અરૂણા ચીમન ટંડેલનાઓ ભેગા મળીને સરપંચ ના ઘરે પ્રવીણ નરસિંહ ટંડેલ,કશ્યપ પ્રવીણ ટંડેલ પર હુમલો કરી લાકડાં ના સપાટા મારી પ્રવીણ ટંડેલને હાથે પગે અને માથાના ભાગે સપાટા મારી ઈજાઓ પહોંચાડેલ હતી.જેવોને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં.જોકે સમગ્ર મારા મારીની ઘટના સરપંચ ના ઘરમાં રાખેલ સીસીટીવી કેમરાઓમાં કેદ થઈ જવા પામી હતી.

આ બનાવ અંગે પ્રવીણ ટંડેલ દ્રારા ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન પર ફરિયાદ નોંધાવી વધુ તપાસ તાલુકા પોલીસ ચલાવી રહી છે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY