આૅક્ટોબર સુધીમાં વિમાનમાં ઈન્ટરનેટ વાપરવાની છૂટ મળે તેવી સંભાવના

0
11

ન્યુ દિલ્હી,તા.૨૩
ભારતના હવાઈ મુસાફરોની ફલાઈટમાં ઈન્ટરનેટ વપરાશની પ્રતીક્ષા ટૂંક સમયમાં પૂરી થશે. ટેલિકોમ ડિપાર્ટમેન્ટ ઓકટોબર સુધીમાં ૩૦,૦૦૦ ફૂટની ઉંચાઈએ ઈન્ટરનેટના વપરાશની મંજૂરી આપવાની તૈયારી કરી રહ્યું છે.
ડીઓટીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, અમે ઈન-ફલાઈટ કનેક્ટિવિટીના લાઈસન્સના ધોરણો નકકી કરવાના અંતિમ તબકકામાં છીએ. ટેલિકોમ કંપનીઓને બે મહિનામાં સવિર્સનો વિકલ્પ આપવામાં આવશે. ડીઓટીના અધિકારીઓના જણાવ્યા અનુસાર અમે માર્ગરેખાનો મુસદ્દો તૈયાર કરવામાં ટ્રાઈની માર્ગરેખાને અનુસર્યા છીએ. ડિપાર્ટમેન્ટ દ્વારા પ્લાનને મંજૂરી અપાયા પછી કાયદા મંત્રાલયની મંજૂરી મળતાં વધુ બે સપ્તાહ ટેલિકોમ ઓપરેટર્સ અને એરલાઈન્સ સાથે મિટિંગ થઈ છે. કેટલાક સવિર્સ પ્રોવાઈડર્સે ફલાઈટમાં સેવા પૂરી પાડવા માટે રસ દશાર્વ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, લાઈસન્સની ફાળવણી કરાયા પછી ટેલિકોમ કેરિયર્સ અને ટેલિકોમ કંપનીઓ વચ્ચે કોણે કઈ સવિર્સ લેવી તે બાબતે લડાઈ જામશે.
ટીઆરએઆઈએ ભારતીય અને ઈન્ટરનેશનલ બન્ને એરલાઈન્સને ભારતીય એરસ્પેસમાં લગભગ ૯,૮૫૦ ફૂટની ઉંચાઈ પર વોઈસ અને ડેટા સવિર્સિસ ઓફર કરવાની ભલામણ કરી છે. ટેલિકોમ કમિશને વિદેશી સેટેલાઈટ્‌સ અને ગેટવેઝને વિમાનમાં કનેક્ટિવિટી પૂરી પાડવા સિવાયની ટીઆરએઆઈની ભલામણોને મંજૂરી આપી છે. ભારતના ટેલિકોમ સવિર્સ પ્રોવાઈડર્સે ફલાઈટમાં ઈન્ટરનેટ સેવા ઓફર કરવામાં રસ દશાર્વ્યો છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY