કૃષિ વિજ્ઞાન કેન્દ્ર , નાના કાંધાસર ખાતે “વડાપ્રધાનનાં સેલ્ફ હેલ્પ ગ્રુપ અને મહિલા ખેડૂતો સાથેનાં સંપર્ક કાર્યક્રમ’’નું જીવંત પ્રસારણ કાર્યક્રમ યોજાયો

0
73

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નાના કાંધાસર ખાતે તા. ૧૨ જુલાઈ-૧૮ ના રોજ વડાપ્રધાનનાં સેલ્ફ હેલ્પ ગ્રુપ અને મહિલા ખેડૂતો સાથેનાં સંપર્ક કાર્યક્રમનાં જીવંત પ્રસારણ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક,ડૉ. એ. એમ. પારખીયાએ પ્રાસંગિક પ્રવચન કરેલ હતું. બાદમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને પોતાનાં વક્તવ્ય દરમિયાન જણાવ્યું કે સેલ્ફ હેલ્પ ગ્રુપ દેશના ગ્રામીણ વિસ્તારમા મહત્વનો ભાગ ભજવે છે અને ભારત દેશના આર્થિક વિકાસ માટે પાયારૂપ છે. મહિલાઓની પોતાની શક્તિ અને ક્ષમતા જાણવા માટે મહિલા સશક્તિકરણ જરૂરી છે. તેઓએ જણાવ્યું કે ડેરી ક્ષેત્રમાં મહિલાઓનો ફાળો અનેરો છે.
બાદ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નાના કાંધાસર ખાતેના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા શ્રી એમ.એફ .ભોરાણીયાએ ચોમાસું પાકોમાં રોગ અને જીવાત નિયંત્રણ વિષય પર માર્ગદર્શન આપેલ હતું. વૈજ્ઞાનિક ડૉ. બી.સી.બોચલ્યા, ડૉ. આર. પી. કાલમા અને શ્રી ડી. એ. પટેલે ખેડૂતોને ખેતી, પશુપાલન અને બાગાયતની નવીનતમ ટેકનોલોજી અંગે ખેડૂતોને માહિતગાર કર્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નાના કાંધાસરનાં કર્મચારી શ્રી એમ.વી. પોકાર અને શ્રી વી. કે. ડોબરીયાએ ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં ચોટીલા તાલુકાના ૭૩ મહિલા ખેડૂતો અને ૧૫ ખેડૂત ભાઇઓ ઉપસ્થિેત રહયા હતાં.

રીપોટર : દિપકસિંહ વાઘેલા, લીંબડી

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY