સાસણ-ગીર,તા.૨૯
સિંહોને કારણે વિશ્વ આખામાં પ્રખ્યાત થયેલા સાસણના દેવળીયા નેશનલ પાર્કમાં એક વિચિત્ર ઘટના ઘટી છે. સામાન્ય રીતે સિંહ દ્વારા તેની પજવણી થાય નહીં, ત્યાં સુધી તે માણસ ઉપર હુમલો કરતો નથી. પરંતુ ગુરુવારની બપોરે નેશનલ પાર્કનો મુલાકતીઓને સમય પૂરા થતા સિંહને પાંજરા તરફ હાંકી જવામાં આવી રહ્યા હતા, ત્યારે એક સિંહણ હિંસક બની હતી અને તેણે જંગલ ખાતાના કર્મચારીઓ ઉપર હુમલો કરી દેતા એક કર્મચારીનું મોત નિપજ્યું હતું અને બે કર્મચારીઓ ઘાયલ થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે જૂનાગઢ સિવિલમાં લઈ જવામાં આવ્યા છે.
સાસણમાં આવેલા દેવળીયા નેશનલ પાર્કમાં સિંહ દર્શન માટેનો સમય હોય, ત્યારે જંગલ ખાતા દ્વારા એક ખાસ બસ દ્વારા મુલાકાતીઓને નેશનલ પાર્કમાં લાવવામાં આવે છે. વિશાળ નેશનલ પાર્કના પાંજરામાં રહેલા સિંહોને ત્યાં પાંજરામાંથી છોડી દેવામાં આવે છે. બપોરના સમય મુલાકાત બંધ થાય ત્યારે જંગલ ખાતાનો સ્ટાફ સિંહોને પાંજરા તરફ વાળી તેમને બંધ કરે છે. પરંતુ ગુરુવારની બપોરે મુલાકાતી સમય પૂરો થતાં સિંહોને પાંજરા તરફ મોકલી રહ્યા હતા. ત્યારે એક સિંહણ એકદમ હિંસક બની હતી અને તેણે જંગલ ખાતાના કર્મચારી ઉપર હુમલો કરી દીધો હતો, જેના કારણે ત્યાં હાજર ટ્રેકર અને અન્ય સ્ટાફે સિંહણને ભગાડવા માટે બુમો પાડી લાકડી લઈ દોડ્યા હતા, જેના કારણે સિંહણ વધુ હિંસક બની અને અન્ય કર્મચારીઓ ઉપર પણ હુમલો કરી દીધો હતો. આ દરમિયાન સિંહ ટ્રેકર રજનીશ કેશવાલાને પોતાના મોંઢામાં જકડી લીધો અને તે જંગલ તરફ નાસી છૂટી હતી.
આ બનાવની જાણ થતાં જંગલ ખાતાના ઉચ્ચ અધિકારીઓ વાહનો સાથે દોડી આવ્યા હતા, ત્યાં ડ્રાઈવર દિનેશ ખાંટ અને ફોરેસ્ટર માલદે ભરાડા ગંભીર રીતે ઘાયલ થયા હોવાને કારણે તેમને જૂનાગઢ સિવિલમાં એમ્બ્યુલન્સ દ્વારા મોકલી આપ્યા હતા. સિવિલના ડાક્ટરના જણાવ્યા પ્રમાણે દિનેશ ખાંટ કોમામાં જતા રહ્યા છે, જ્યારે માલદેની હાલત ગંભીર છે. આ બનાવ બન્યો તે સ્થળ ઝરડા કેઈઝ તરીકે ઓળખાય છે.
પાર્કમાં દોડી આવેલા અધિકારીઓએ ટ્રેકસ રજનીશને શોધવા માટે સરકારી અને ખાનગી વાહનો જંગલમાં દોડાવ્યા હતા. પરંતુ બે કલાકની મહેનત બાદ રજનીશનો જંગલમાંથી પત્તો લાગ્યો, ત્યારે તેનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું, આમ બે કલાક પછી રજનીશ મળ્યો તો ખરો પણ તેને બચાવી લેવાનું ઓપરેશન નિષ્ફળ રહ્યું હતું.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







