ચંદોલીમાં તોફાન અને વરસાદના કારણે ચારનાં મોત

0
1

ચંદોલી,તા.૩
ઉત્તર પ્રદેશના ચંદોલીમાં મોડી રાત્રે આવેલા તોફાન અને વરસાદના કારણે ચાર લોકો મૃત્યુ પામ્યા છે. ત્રણ લોકોનું મૃત્યુ વીજળી પડવાથી અને એક યુવકનું ઝાડ પડવાથી થયું છે. એવું કહેવાઈ રહ્યું છે કે આ ફેની વાવાઝોડાની અસર છે. જેના કારણે ચંદોલીમાં ખૂબ જ ઝડપથી પવન ફૂંકાયો અને તોફાન આવ્યું હતું. બે દિવસ પહેલા પૂર્વોત્તર ભારતમાં ફેની તોફાનના આવવાનું એલર્ટ જારી કરાયું હતું.
ગુરુવારે સાંજે ખૂબ જ ઝડપી પવન ફૂંકાવાની સાથે વરસાદ શરૂ થયો હતો. આંધીના કારણે સહાબગંજ ક્ષેત્રના રામમાડો ગામમાં એક લીમડાનું ઝાડ પડી ગયું તેમની નીચે દટાઈને ૫૮ વર્ષીય રાજેશ તિવારીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે તેના પરિવારના સભ્યો ઘાયલ થયા છે. આ લીમડાનું ઝાડ રાજેશ તિવારીના મકાનની બહાર લાગેલું હતું.
બીજી તરફ સહાબગંજ ક્ષેત્રના ભૂંસી ગામમાં આકાશીય વીજળીની ઝપટમાં આવીને ૨૨ વર્ષીય બુલ્લુ સોનકરનું મોત થયું હતું. સૈયદ રાજા ક્ષેત્રના મગરહી ગામમાં ૨૫ વર્ષીય સંતોષ બિયાર પર વીજળી પડતાં તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું તે પોતાની ભેંસને ઝૂંપડીની અંદર વરસાદથી બચાવવા માટે લઈ જઈ રહ્યા હતા.
સદર કોતવાલી ક્ષેત્રના ફતેહપુર ગામમાં આકાશમાંથી વીજળી પડી અને અડધો ડઝન લોકો ઘાયલ થયા હતા. તેમાં ૧૮ વર્ષીય એક યુવકનું મૃત્યુ પામ્યું હતું અને અન્ય પાંચ ઘાયલ થયા છે. ઘટનાની સૂચના મળતા જિલ્લા પ્રશાસન બચાવ કાર્યમાં જોડાયા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY