એસટીપી પંપો પરની પ્લેટનાં લખાણમાં ભૂલ થતા ૩ લાખનો દંડ

0
27

વડોદરા,તા.૨૨
વડોદરા ડભોઇ રોડ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે ઈલેક્ટ્રીક ખરીદ કરી બેસાડવાના કૌભાંડ અંગેની જાણકારી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્થાયી સમિતિ અધ્યક્ષને મળતા તેઓએ સ્થળ પર જઈ તપાસ કરી હતી અને કમિશનરને તપાસ કરવા જણાવ્યું હતું. જે બાદ થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન અને ખાનગી કંપની પાસે ચેકિંગ કરાવતા સ્પેસિફિકેશન પ્રમાણે જ આવ્યા હોવાનું ટેસ્ટિંગ સર્ટિફિકેટ આપવામાં આવતા સમગ્ર પ્રકરણ પર પૂર્ણવિરામ મૂકાઇ ગયું છે ભૂલને કારણે રૂપિયા ત્રણ લાખની પેનલ્ટી કરવામાં આવી છે.
ડભોઇ રોડ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે ઓગણીસો કિયુંબીક પ્રતિ કલાક પ્રમાણેના ઇલેક્ટ્રીક પંપો લગાવવાની શરત ટેન્ડરમાં મૂકવામાં આવી હતી પરંતુ ઓછી કેપેસિટીના પંપો લગાવવામાં આવ્યા હોવાની માહિતી મળી હતી. જે અંગે સ્થળ પર તપાસ કરતા પંપ ઉપર જે પ્લેટ લગાવી હતી. તેની પર પંદરસો મીટર કિયુંબિક પ્રતિ કલાકના પંપ હોવાનું લખાણ લખ્યું હતું જેથી પ્રાથમિક તબક્કે ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાઈ આવ્યું હતું.
આ સમયે કોંગ્રેસના નેતાએ પણ તપાસની માંગણી કરી હતી જે બાદ કોર્પોરેશન કમિશનર ઇલેક્ટ્રીક કંપની ખાનગી કંપની પાસે ચકાસણી અને થર્ડ પાર્ટી માટે સુરતના પ્રોફેસરને તપાસ આપી હતી. આ અંગે તપાસ થતાં ખાનગી કંપનીઓ આપ્યું હતું. જેમાં ઈલેક્ટ્રીક ઓગણીસો મીટર કિયુંબિક પ્રતિ કલાકના લગાવ્યા હોવાનું જણાવ્યું હતું પરંતુ પંપ ઉપર જે પ્લેટ લગાવી હતી. તેમાં લખાણમાં ભૂલ હોવાનું પ્રતિપાદિત થયું હતું આ કિસ્સામાં ઇજારદાર ઉમિયા એન્જિનિયરિંગ ને ત્રણ પ્લેટ ઉપર લખાણમાં ભૂલ કરી હોવાનું જણાઈ આવતા ઇજારદારને ત્રણ લાખની પેનલ્ટી કરવામાં આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY