ચેન્નાઈ,તા.૨૧
ચેન્નાઇના એરપોર્ટ પર મુસાફરોને લઈને જઈ રહેલી ઇન્ડિગો કંપનીની માલિકીની એક બસમાં આગ લાગી ગઈ હતી. એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા પ્રમાણે ફાયર બ્રિગેડ વિભાગે તાત્કાલિક પગલાં લેતા આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ બનાવમાં તમામ મુસાફરોનો બચાવ થયો છે.
ચેન્નાઇના ડોમેસ્ટિક એરપોર્ટ પર આ દુર્ઘટના ઘટી હતી. એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા પ્રમાણે આગ પર તાત્કાલિક કાબૂ મેળવી લેવાયો હોવાથી કોઈને ઈજા પહોંચી ન હતી.
બસમાં આગ લાગી ત્યારે તેમાં ૫૦ મુસાફરો સવાર હતા. બસ જ્યારે અરાઇવલ પોઇન્ટ નજીક હતી ત્યારે જ આગ લાગી ગઈ હતી.
એરપોર્ટના સૂત્રના જણાવ્યા પ્રમાણે આગ પર તાત્કાલિક કાબૂ મેળવી લેવામાં આવ્યો હોવાથી મુસાફર ઉપરાંત બસને પણ અંદરથી કે બહારથી કોઈ વધારે નુકસાન પહોંચ્યું ન હતું.
આગ કેવી રીતે લાગી હતી તેની તપાસ કરવામાં આવી રહી છે. એરપોર્ટ ઓથોરિટી તરફથી પણ આ અંગેના આદેશ કરવામાં આવ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


