જાસૂસીના આરોપસર દિલ્હીમાં ચીની નાગરિકની ધરપકડ

0
7

ન્યુ દિલ્હી,તા.૨૧
દિલ્હી પોલીસે જાસૂસીના આરોપસર એક ચીની નાગરિકની ધરપકડ કરી છે. ચીનના નાગરિકની ઓળખ ચાર્લી પેંગ (૩૯) તરીકે કરવામાં આવી છે. નવી દિલ્હીના મંજુ કા ટિલ્લા વિસ્તારમાંથી ૧૩મી સપ્ટેમ્બરના રોજ પેંગની દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી.
ધરપકડ કરવામાં આવેલા પેંગ પાસેથી ભારતીય પાસપોર્ટ અને આધારકાર્ડ પણ મળી આવ્યું છે. પેંગ પાસેથી પોલીસે રૂ. ૩.૫ લાખની રોકડ પણ જપ્ત કરી છે. ભારતીય ચલણ ઉપરાંત પેંગ પાસેથી બે હજાર અમેરિકન ડોલર તેમજ થાઇલેન્ડની કરન્સી પણ મળી આવી છે.
પોલીસે ગુરુગ્રામ ખાતે આવેલા એક મકાનમાંથી પેંગની માલિકી એક એસયુવી કાર અને સંખ્યાબંધ શંકાસ્પદ દસ્તાવેજા પણ જપ્ત કર્યા છે. ગુરુગ્રામના આ ઘર ખાતેથી તે પોતાની ઓફિસ ચલાવતો હતો. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલના જણાવ્યા પ્રમાણે પેંગ વિદેશી ચલણનો બિઝનેસ કરતો હતો.
પોલીસના જણાવ્યા પ્રમાણે મિસ્ટર પેંગ પાંચ વર્ષ પહેલા ભારતમાં આવ્યો હતો. આ દરમિયાન તે ઉત્તર-પશ્ચિમી રાજ્ય અને હિમાચલ પ્રદેશની અનેક વખત મુલાકાત લઈ ચુક્્યો છે. એટલું જ નહીં પેંગે એક ભારતીય યુવતી સાથે લગ્ન કરી લીધા છે, તેમજ મણીપુરમાંથી તેણે ભારતીય પાસપોર્ટ પણ મેળવ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY