બેઈજિંગ,તા.૩૦
હોંગકોંગમાં જાહેર ક્ષેત્રેની ભારતીય બેંકોના સંચાલનમાં અનિયમિતતાને લઇને ચીન સતર્ક થયું છે.
ચીનના બેંકિગ નિયામકે સ્પેશિયલ એડમિનિસ્ટ્રેટિવ રિઝન(જીઇ)માં ક્લીન અપ ઓપરેશન અભિયાન શરૂ કર્યું છે.
આ અભિયાન હેઠળ સ્પેશિયલ એડમિનિસ્ટ્રેટિવ રિઝનમાં કામ કરતી દરેક ભારતીય બેંકોની સખ્ત સમીક્ષા કરવામાં આવી રહી છે. જેમાં ઓન સાઇટ એક્ઝામિનેશન અને ક્રેડિટ રિસ્ક મેનેજમેન્ટ પ્રેસેસન સમીક્ષાનો પણ સમાવેશ થાય છે.
હોંગકોંગમાં જાહેર ક્ષેત્રની ૯ ભારતીય બેંક ઓપરેટ થઇ રહી છે. આ બેંકોની હોંગકોંગમાં ૧૩ બ્રાન્ચ છે. આ સિવાય ત્રણ ખાનગી ભારતીય બેંકો પણ હોંગકોંગમાં કામ કરે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



