સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મનીન્દર પ્રતાપસિંહ પવાર સાહેબ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં ચેકીંગ હાથ ધરી, ગેર કાયદેસર પ્રોહી જુગારના કેસો શોધી કાઢવાની ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે અનુસંધાને જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને ચેકીંગ હાથ ધરી, ગેર કાયદેસર પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા સુચનાઓ કરવામાં આવેલ છે.
લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બામણબોર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. શ્રી આર.આર.બંસલ સાથે બામણબોર પોલીસ સ્ટેશન ના પો.હેડ.કોન્સ. દલસુખભાઈ મેહરીયા , પો.કો વલ્લભભાઈ ખટાણા, દિનેશભાઇ ગઢવી, વિગેરે સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા દરમિયાન બાતમી મળેલ કે, ડાકવડલા ગામે બાબુભાઈ ટપુભાઈ ગીડા ના પોતાની વાડીએ વોકળામાં દેશી દારૂ બનાવવાની પ્રવૃત્તિ કરે છે.
બામણબોર પોલીસ ટીમને મળેલ બાતમી આધારે ડાકલા ગામ ની સીમ માં ઉપરોકત બાતમી વાળી જગ્યાએ બામણબોર પોલીસ ટીમ દ્વારા રેઇડ કરવામાં આવતા, દેશી દારુ બનાવવાનો આથો ભરેલ ટીપડા નંગ ૮ તથા બાફણીયા બેરલ ૧ આથો લીટર ૨૦૦૦/ જેની કિંમત રૂપિયા ૪૦૦૦/ તથા દેશી દારૂ લીટર ૬૦ કિંમત રૂપિયા ૧૨૦૦/ તથા આથાવાળા બેરલ નંગ ૮ જેની કિંમત રૂપિયા ૧૬૦૦/ તથા બામણીયા બેરલની કિંમત રૂપિયા ૫૦૦/ એમ કુલ પ્રોહી મુદ્દામાલ કિંમત રૂપિયા ૭૩૦૦/નો રાખી રેઇડ દરમ્યાન આ કામના આરોપી બાબુભાઈ ટપુભાઈ ગીડા રહે ડાકવડલા તા.ચોટીલા વાળા પકડાઈ ઞયેલ હોય
પકડાયેલ આરોપી વિરુદ્ધ બામણબોર પોલીસ સ્ટેશનના પો.હેડ.કોન્સ. દલસુખભાઈ ફુલાભાઇ મહેરીયા દ્વારા સરકાર તરફે ફરિયાદી બની પ્રોહી કલમ 65 ઈ એફ મુજબ ગુન્હો નોંધાવેલ છે. આ બાબતે વધુ તપાસ પો.હેડ.કોન્સ. ડી એફ મેરીયા દ્વારા હાથ ધરવામાં આવેલ છે..
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા સુરેન્દ્રનગર
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



