ચુડા સી.ડી.ક્પાસી હાઇસ્કુલ ના વિધાર્થીઓ તથા વાલીઓને ઓરી તથા રુબેલા રસીકરણ અભિયાન વિશે માર્ગદર્શન અપાયું.

0
35

એક રાષ્ટ્રવ્યાપી અભિયાન અંતર્ગત ઓરી તથા રુબેલા સામે સામે રક્ષણ મેળવવા માટે ઓરી – રૂબેલા ( એમ.આર.) ની રસી આપવાનો પ્રારંભ શાળાઓ તથા આ ઉતરીય સત્રો મા કરવામાં આવશે આ એમ. આર. ની રસી ને બાદ મા સાર્વત્રિક રસીકરણ કાર્યકર્મ મા સામેલ કરી દેવામાં આવશે.
આ કાર્યક્રમ માં આરોગ્ય અધિકારી ડો. બી. જી. ગોહિલ સાહેબે જણાવ્યું હતું કે ભારત સરકારે ઓરી – રૂબેલા ( એમ આર) માટે સયુંકત રસી નો આરંભ કરવા અંગે નિર્ણય લીધો છે શરૂઆત માં આ રસી અભિયાન તરીકે આપવામાં આવશે ત્યારબાદ તેનો સમાવેશ સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ માં ઓરી – રુબેલાની રસી સ્વરૂપે કરવામાં આવશે. તેને ઓરીના પહેલા ડોઝ આપવામાં આવશે ઓરી – રૂબેલા રસીનો પ્રારંભ તબક્કાવાર કરવામાં આવશે ગુજરાત રાજ્યમાં ૧૬ મી જુલાઈ થી ઓરી – રૂબેલા રસીકરણ અભિયાન અંતર્ગત 9 મહિના થી 15 વર્ષ ના વય જૂથ વચ્ચે નાના બાળકોને આ રસી આપવામાં આવશે. તેમને અગાઉ એમ.આર. કે એમ. એમ. આર. ની રસી આપી દેવા માં આવી હોય તો પણ..આપવામાં આવશે.
ઓરી એક ઘાતક રોગ છે અને તે બાળકો માં અકાળે થતા મૃત્યું ના મુખ્ય કારણોમાંથી એક છે ઓરી ખુબજ ચેપી હોય છે જે ચેપ જન્ય વ્યક્તિના ખાંસી અને છીન્કવાથી ફેલાય છે. ઓરીના કારણે આપના બાળકમાં પ્રાણ ઘાતક સમસ્યાઓની સંભવનાઓ વધી જાય છે જેમ કે ન્યુંમોનીયા, ઝાડા, અને મગજનો તાવ સામાન્ય રીતે ઓરી ના લક્ષણો આ મુજબ છે ચહેરા પર ગુલાબી-લાલ ચાંદા, વધુ પડતો તાવ, ખાંસી, નાક વહેવું, અને આંખો લાલ થઈ જવી, રૂબેલા રોગ, જો સ્ત્રી ને ગર્ભવસ્થાની શરૂઆત માં રૂબેલા નો ચેપ લાગી જાય છે તો સી.આર.એસ. ( જન્મ જાત રૂબેલા સિન્ડ્રોમ) વિકસિત થાય છે જે ભ્રુણ અને નવજાત શિશુઓ માટે ગંભીર અને ઘાતક સાબિત થઈ શકે છે. પ્રાર્મ્ભીક ગર્ભ વસ્થા દરમિયાન જો સર્ગભા ને રુબેલાનો ચેપ લાગ્ય્યો હોય તો જન્મેલા બાળક માં લાંબા ગાળા ની જન્મ જાત ખામીઓથી પીડિત થવાની શક્યતાઓ વધી જાય છે જેના કારણે આંખ ( ગ્લુકોમા, મોતિયા બિંદુ), કાન (બાહેરાશ), માનસિક મંદતા પર અસર પહોંચે છે તેમજ હ્રદય ની ખામીઓનું જોખમ વધી જાય છે રૂબેલા ને કારણે ગર્ભવતી મહિલાઓમાં ગર્ભપાત, અકાળે પ્રસુતિ અને મૃત પ્રસુતિની સમભાવના ઓ વધી જાય છે. તેમ આ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ માં આરોગ્ય અધિકારી ડો. બી. જી. ગોહિલ સાહેબ, MPW જી.જી. બાવળિયા, ચુડા સી.સી. ક્પાસી હાઇસ્કુલ ના પ્રિન્સીપાલ, શિક્ષકો, વિધાર્થીઓ, વાલી મિત્રો, હાજર રહયા હતા.

 

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા, લીંબડી.
મો. 98255 91366     70161 70844

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY