હિંદ કેરિયર ટ્રાન્સપોર્ટ કેરિયર કંપનીના માલિકો અને ટ્રક ચાલકો વિરુદ્ધ સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસમાં ફરિયાદ
સુરત તા ૧૦
ભરૂચના દહેજ ખાતેથી સુરતના હજીરા ખાતે કન્ટેનરોમાં ભરવા માટે આવેલ જંતુનાશક એગ્રો કેમિકલની ૨૨૩૨ નંગ બેગ કિંમત આશરે ૭ કરોડની ચોરી કરનાર હિન્દ કેરિયર ટ્રાન્સપોર્ટ કંપનીના ડાયરેક્ટરો અને ટ્રક ચાલકો સામે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મળતી માહિતી મુજબ ભરૂચના દહેજ ખાતે આવેલ ઈન્ડોફીલ ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાંથી કન્ટેનરોમાં ભરીને જંતુનાશક દવા એગ્રો કેમિકલની બેગોહજીરા ખાતે લાવી કોઈ પણ પ્રકારે કન્ટેનરને મારેલ સીલ તોડીને તેમાંથી બેગો ચોરીને કરવામાં આવતી હોવાની ફરિયાદ નોંધાઇ છે. મુંબઈના ભાઇખલા ઈસ્ટ ખાતે વિકેરયા ગાર્ડન ખાતે રહેતા રાયોમન્ડ દ્વારા બલસારા (પારસી) ધંધો વેપાર દ્વારા બ્રાન્ચમાં ફરિયાદ નોધાવી છે. ગત તા. ૧૭/૧/૨૦૧૮ થી ૨૧/૨/૨૦૧૮ના સમયગાળા દરમિયાન તેમની કંપનીને મળેલ ઓર્ડર મુજબ એગ્રો કેમિકલનો બેગો ટ્રાન્સપોર્ટ દ્વારા દહેજથી હજીરા મોકલવામાં આવી હતી. હજીરા ખાતે શ્રી જલારામ કોમ્પલેક્ષના પહેલા માળે ઓફિસ ધરાવનાર હિન્દુ કેરિયર્સ પ્રા.લિ.ની શાખા ખાતે કન્ટેનરો રોકાવીને સીલ તોડી અંદરથી બેગોની ચોરી કરવામાંઆી છે. જંતુનાશક દવા એગ્રો કેમિકલની ૧ બેગની કિંમત ૩૧,૧૬૩ રૂપિયા થાય છે તેવી કુલ ૨૨૩૨ બેગોની કિંમત રૂપિયા ૭ કરોડની ચોરી વિવિધ ટ્રકોના ડ્રાઈવરો દ્વારા કરવામાં આવી છે. હિન્દ કેરિયર્સ પ્રા.લિ.ના ડાયરેક્ટર કુમાર અજય ગુપ્તા, રાજેન્દ્ર મધુસુધન ખાનપુરકર, પ્રતાપ ઝા, ઉદય થરવલ, હરીસિંગ તથા ટ્રકના ચાલકો સામે ૭ કરોડ રૂપિયાની કિંમતની જંતુનાશક દવા દવાનો જથ્થો ચોરી કર્યા હોવાની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


