નડીઆદ-મંગળવાર-ખેડા લોકસભાની સામાન્ય ચૂંટણી તા.૨૩-૦૪-૨૦૧૯ના રોજ યોજાનાર છે. ભારતીય નિર્વાચન આયોગ, નવી દિલ્હીના નિર્દેશો મુજબ ઉમેદવારો તથા રાજકીય પક્ષો દ્વારા સક્ષમ અધિકારીની પરવાનગી મેળવ્યા સિવાય અનઅધિકૃત રીતે વાહનોનો ઉપયોગ ચૂંટણી પ્રચારમાં થતો અટકાવવા માટે પ્રતિબંધ મૂકવો જરૂરી હોઇ ખેડાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રમેશ મેરજાએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪થી મળેલ અધિકારની રૂઇએ ચૂંટણી પ્રચાર માટે ઉપયોગમાં લેવાના તમામ વાહનો ચૂંટણી અધિકારીની પૂર્વ મંજૂરી મેળવેલા જ હોવા જોઇશે તેમજ વાહન નંબર તથા ઉમેદવારનું નામ દર્શાવેલ અસલ પરમીટ દૂરથી જોઇ શકાય તેવી સાઇઝની વાહનના વિન્ડ સ્ક્રીન ઉપર લગાવેલ હોવી જોઇશે, અસર પરમીટ વિનાના કે ચૂંટણી અધિકારીની પૂર્વ મંજૂરી મેળવ્યા સિવાયના વાહનો ચૂંટણી પ્રચારના હેતુ માટે ઉપયોગમાં લેવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સમગ્ર ખેડા જિલ્લામાં આ હુકમ તા. ૨૭-૦૫-૨૦૧૯ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





