જૂનાગઢમાં શહેરી ગેસ વિતરણ પ્રોજેકટનું નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત

0
22

બે વર્ષમાં જૂનાગઢ શહેર સહિત જિલ્લામાં ઘરે ઘરે પાઇપ મારફતે ગેસ મળતો થઇ જશે – નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ

ટોરેન્ટ ગેસ દ્વારા જુનાગઢ જિલ્લામાં ૪૫ સી.એન.જી સ્ટેશન શરૂ કરવામાં આવશે

વડાપ્રધાને ગુજરાતના આઠ સહિત દેશના ૬૫ શહેરોમાં પ્રોજેકટનો કરાવ્યો પ્રારંભ

જૂનાગઢ :  જૂનાગઢ શહેર સહિત જિલ્લામાં શહેરી ગેસ વિતરણ પ્રોજેકટનું આજે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની પ્રેરક ઉપસથિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગુજરાતના આઠ સહિત  સમગ્ર દેશમાં ૬૫ શહેરોમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ નવી દિલ્હી ખાતેથી આ પ્રોજેકટની આધારશિલા રાખી હતી. વીડીયોલીંકથી આ કાર્યક્રમનું લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. જૂનાગઢમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે ઉપસ્થિત રહીને પ્રોજેકટનો શુભારંભ કરાવ્યો હતો.

જૂનાગઢ કૃષિ યુનિ.ના સરદાર પટેલ સભાગૃહમાં ટોરેન્ટ ગેસ અને પેટ્રોલિયમ વિભાગ આયોજિત કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત કુદરતી ગેસના વપરાશમાં વૈશ્વિક કક્ષાએ હરિફાઇ કરી રહયું છે. સમગ્ર દેશમાં ગેસની ખપત ૬ ટકા છે જયારે ગુજરાતમાં ૨૬ ટકા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર દેશમાં શહેરી ગેસ વિતરણની વિકાસલક્ષી કામગીરી આગળ ધપાવી છે ત્યારે ગુજરાતમાં પણ ૧૦મા તબક્કાની કામગીરીનો પ્રારંભ કરવમાં આવ્યો છે. ગુજરાત ગેસ વિતરણ અને વપરાશ વધારી પ્રદૂષણ મુકત ભારત અભિયાનમાં આગેવાની લેશે.

નાયબ મુખ્યમંત્રીએ આ પ્રસંગે વધુંમાં જણાવ્યું કે, આ પ્રોજેકટની કામગીરી ટોરેન્ટ ગેસને સોંપવામાં આવે છે. પારદર્શક પ્રકિયાથી આ કામ આગળ ધપી રહયું છે. આજે જૂનાગઢ સહિત ગુજરાતના આઠ શહેરોમાં પાઇપ લાઇન મારફતે ગેસ વિતરણ પ્રોજેકટ શરૂ થવા જઇ રહયો છે. આગામી બે વર્ષમાં ૭૭ હજાર ઘરોમાં પાઇપલાઇન મારફતે ગેસ મળતો થઇ જશે. જેમ પાણી નળ શરૂ કરતા જ આવે છે તે રીતે જૂનાગઢ શહેરમાં પણ ગેસ મળતો થશે.રાજય સરકારની વિકાસની રાજનીતિથી આવેલા ફળદાયી પરિણામોનો ઉલ્લેખ કરીને નાયબ મુખ્યમંત્રીએ કહયું કે જૂનાગઢ પ્રવાસન અને તીર્થધામ છે. ગિરનાર વિસ્તારમાં પ્રવાસન અંગેના પ્રોજેકટ હાલ ચાલુ છે. વિકાસયાત્રા આગળ ધપતા શહેર જિલ્લામાં ડોમેસ્ટીક અને ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં ગેસ પણ પાઇપલાઇન મારફતે વિતરણ થશે. વાહનોમાં સીએનજી વપરાશ વધશે. જૂનાગઢ શહેર જિલ્લામાં ૪૫ સીએનજી સ્ટેશન શરૂ કરવામાં આવશે. મહાનગર પાલિકા, રાજય સરકાર અને ટોરેન્ટ ગેસ સંયુકત મળીને આ પ્રોજેકટ વહેલાસર પુર્ણ કરશે તેવી પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી.

આ પ્રસંગે મેયર આદ્યશકિતબેન મજમુદાર, સાંસદ રાજેશભાઇ ચુડાસમા,ધારાસભ્ય ભીખાભાઇ જોષી, જિલ્લા ભાજપ પ્રમુખ કીરીટ પટેલ, આગેવાનો ગિરીશભાઇ કોટેચા, જયોતીબેન વાછાણી, શશીકાંતભાઇ ભીમાણી, પુનિત શર્મા, નિલેશ ધુલેશિયા,પુર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂ, ડી.ડી.ઓ  પ્રવીણ ચૌધરી, મ્યુની. કમિશ્નર પ્રકાશ સોલંકી, તેમજ ટોરેન્ટ ગેસના વરૂણ મહેતા સહિતના આગેવાનો ઉપસથિત રહયા હતા .

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY